ધોની નિવૃત્તિની જાહેરાત પછી ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો હતો!
નવી દિલ્હી, ભારતને બે વખત વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટન એમએસ ધોનીએ ૧૫ ઓગસ્ટની સાંજે ૭.૨૯ મિનિટે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોનીની નિવૃત્તિની જાહેરાત પછી તરત જ સુરેશ રૈનાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ ૧૫ ઓગસ્ટના રોજ નિવૃત્તિની લેવાનો ર્નિણય એટલા માટે કર્યો કારણ કે આ વર્ષે ભારતની આઝાદીના ૭૩ વર્ષ પૂરા થયા હતા. ધોનીનો જર્સી નંબર ૭ અને રૈનાનો જર્સી નંબર ૩ ને ભેગો કરવામાં આવે તો ૭૩ થાય છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ક્રિકેટની દુનિયામાં ધોની અને રૈનાની દોસ્તીની ઘણી ચર્ચા થાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિવૃત્તિની જાહેરાતનો દિવસ બંને માટે ઘણો ખાસ હતો. નિવૃત્તિની જાહેરાત કર્યા પછી બંને એકબીજાને ભેટીને ઘણા રડ્યા હતા. આટલું જ નહીં તે રાત્રે પાર્ટી પણ કરી હતી. ચેન્નઇ સુપર કિંગ્સે પણ તેમની જાહેરાત પછી એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. એમએસ ધોનીની પત્ની સાક્ષીએ પણ ઇંસ્ટાગ્રામ પર ધોનીની તસવીર શેર કરતા કહ્યું હતું કે તેમણે પોતાના પેશનને અલવિદા કરતા પોતાના આંસુને રોકી રાખ્યા હશે.
સાક્ષીએ કહ્યું હતું કે તમે જે પણ કાંઈ મેળવ્યું છે તેના પર તમને ગર્વ થવો જોઈએ. રમતને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે તમને અભિનંદન. મને તમારી સિદ્ધિઓ પર એક માણસ તરીકે તમારી ઉપર ગર્વ છે. મને વિશ્વાસ છે કે તમે પોતાના પેશનને અલવિદા કહેતા સમયે પોતાના આંસુઓને રોકી રાખ્યા હશે. ધોની અને રૈના બન્ને દિગ્ગજ આઈપીએલમાં રમતા રહેશે. ધોનીના નજીકના મિત્રએ પણ કહ્યું હતું કે ધોની આઈપીએલના આગામી બે ત્રણ સિઝનમાં રમતા રહેશે.SSS