Western Times News

Gujarati News

ધોની મનદીપ સિંહના લગ્નમાં અચાનક પહોંચી ગયો હતો

ધોનીએ તેના લગ્નના દિવસે ન્યૂયોર્કમાં હતો પણ લાંબી સફર કરીને ધોની મનદીપના રિસેપ્શનમાં પહોંચી ગયો

નવી દિલ્હી, કિંગ્સ ઇલેવન પંજાબના ઓલરાઉન્ડર મનદીપ સિંહે ડિસેમ્બર ૨૦૧૬માં જગદીપ જાયસ્વાલ સાથે લગ્ન કર્યા હતા. મનદીપના લગ્નમાં એમએસ ધોનીએ અચાનક પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.ધોનીએ મનદીપને કહ્યું હતું કે તે તેના લગ્નના દિવસે ન્યૂયોર્કમાં રહેશે પણ લાંબી સફર કરીને ધોની મનદીપના રિસેપ્શનમાં પહોંચી ગયો હતો. મનદીપની પત્ની મેકઅપ આર્ટિસ્ટ છે અને તેનું પેશન પણ જીવન છે. નાની ઉંમરમાં મેકઅપ તરફ તેનો ઝુકાવ થવા લાગ્યો હતો. ખાસ કરીને આઇલાઇનરને લઈને. જગદીપે પ્રથમ વખત સ્કૂલમાં યુવતીઓને જોઈને ફાઉન્ડેશન લગાવ્યું હતું. ૨૦૧૫માં જગદીપ સત્તાવાર રીતે મેકઅપ આર્ટિસ્ટ બની હતી. તેણે એશિયન બ્રાઇડલ કોર્સ કર્યો છે. શરૂઆતમાં જગદીપે તેને ફક્ત હોબીને જેમ લીધું હતું. પછી તેને લાગ્યું કે તે આ જ કામને કરવા માંગે છે. એક ઇન્ટરવ્યૂમાં જગદીપે કહ્યું હતું કે તે પોતે સ્ટાર ખેલાડીની પત્ની તરીકે જોવા માંગતી નથી. સ્ટાર ખેલાડીઓની પત્ની હોવું સારું છે, ખાસ કરીને આઈપીએલ દરમિયાન. ક્રિકેટને લઈને તેનું કહેવું છે કે તે આ રમતને અને આઈપીએલને પુરી રીતે એન્જોય કરી શકે છે. જોકે તે તેની હાર્ડ પ્રશંસક નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.