Western Times News

Gujarati News

ધોની રન આઉટથી શરૂ થઈને રન આઉટ પર ખતમ

એક વર્ષ સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહ્યા બાદ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને કાયમ માટે બાય-બાય કરી દીધું
નવી દિલ્હી,  એક વર્ષ સુધી ટીમ ઇન્ડિયાથી દૂર રહ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને કાયમ માટે બાય-બાય કરી દીધું છે. તેમના આ ર્નિણયથી દુનિયાભરમાં માહીના ફેન્સ દિગ્મૂઢ થઈ ગયા છે. ધોનીએ ક્રિકેટ અને ખાસ કરીને ઇન્ડિયન ક્રિકેટ માટે જે કર્યું તે ઇતિહાસમાં નોંધાઈ ચૂક્યું છે. આજે આપણે તેમના જીવનના બે તબક્કા વિશે વાત કરવાના છે જ્યારે પહેલીવાર ૧૫ વર્ષ પહેલા તેઓ બ્લ્યુ જર્સીમાં મેદાન પર ઉતર્યા હતા અને છેલ્લે ૨૦૧૯માં બ્લ્યુ જર્સીમાં દેખાયા હતા.

https://westerntimesnews.in/news/54409

ધોનીનું ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટ કરિયર રન આઉટથી શરું થયું અને રન આઉટ પર જઈને ખતમ થયું. ધોની પોતાના પહેલા ઇન્ટરનેશનલ મેચમાં શૂન્ય પર રન આઉટ થયો હતો. તેમણે ઇન્ટરનેશનલ ઇનિંગની શરુઆત બાંગ્લાદેશ સામે કરી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ વર્લ્ડ ટી૨૦ ૨૦૦૭માં ભારતને ચેમ્પિયન બનાવ્યું. તેના બાદ વર્ષ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ભારતને ૨૮ વર્ષબાદ ૫૦ ઓવરની મેચમાં ભારતને જીત અપાવી. જે બાદ ૨૦૧૩માં તેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતને વિજય અપાવ્યો.

https://westerntimesnews.in/news/64356

આ ત્રણેય આઈસીસી ટૂર્નામેન્ટ જીતનાર તેઓ એક માત્ર કેપ્ટન બન્યા. ધોની છેલ્લે ટીમ ઇન્ડિયાની જર્સીમાં ગત વર્ષે ૧૦ જુલાઈએ જોવા મળ્યો હતો. ત્યારે તેઓ ન્યુઝિલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ઉતર્યા હતા. આ મેચમાં તેણે ધાંસૂ ઇનિંગ રમતા ૫૦ રન ફટકાર્યા હતા પરંતુ આખરે રન આઉટ થયો હતો. જોકે તેના આઉટ અંગે ઘણો વિવાદ થયો હતો. કહેવામાં આવ્યું હતું કે જે બોલ પર તે આઉટ થયો તે નો બોલ હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેતા માહીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું ‘અત્યાર સુધી તમારા પ્રેમ અને સહયોગ માટે ખૂબ આભાર. સાંજે ૭ વાગીને ૨૯ મિનિટથી મને રિટાયર્ડ સમજો.’

https://westerntimesnews.in/news/24807

આના એક દિવસ પહેલા જ તેઓ યુએઈમાં યોજાનાર આઈપીએલ મેચ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ સાથે જોડાવા માટે ચેન્નઈ પહોંચ્યો હતો. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં ધોનીના કરિયરની ઐતિહાસિક ઉપલબ્ધિઓને વર્ણવતા કહ્યું કે ‘આ શાનદાર ઇતિહાસને બીજી વખત જોવો મુશ્કેલ છે. ધોનીએ ભારત માટે ૩૫૦ વન ડે મેચ, ૯૦ ટેસ્ટ અને ૯૮ ટી૨૦ મેચ રમ્યા છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.