ધોની સાઉથના એક્ટર થાલાપથી વિજય સાથે ફિલ્મ પ્રોડ્યુસ કરશે
મુંબઈ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જાેકે તેઓ હજુ પણ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. ત્યારે હવે તે પોતાની નવી ઈનિંગ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં જ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે.
મહેન્દ્ર સિંહ ધોની ફિલ્મ પ્રોડ્યુસર બનવાની તૈયારીમાં છે તથા તેઓ સાઉથના સુપરસ્ટાર થાલાપથી વિજય સાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ કોલિવુડમાં એમએસ ધોની એક ધમાકેદાર એન્ટ્રી કરવા માટે જઈ રહ્યા છે. ઉપરાંત આ ફિલ્મમાં ધોની એક કેમિયો કરે તેવી પણ શક્યતા છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે જ સાઉથના સુપરસ્ટાર વિજયને ફોન કરીને તેમની આ ફિલ્મ કરવા માટે કહ્યું છે જેથી વિજય આ ફિલ્મ કરશે એ ચોક્કસ છે. ધોની એક દશકા કરતા પણ વધારે સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંબંધ ધરાવે છે. આ કારણે તે તમિલનાડુમાં ખૂબ જ પોપ્યુલર છે.
આ કારણે જ એમએસ ધોનીને થાલા એટલે કે, લીડર કહેવામાં આવે છે. ધોનીએ થોડા સમય પહેલા જ પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું હતું. તાજેતરમાં જ તેના અંતર્ગત એક એનિમેશન સીરિઝ બનાવવામાં આવી હતી. તેના
પહેલા એમએસ ધોનીની બાયોપિક ‘એમએસ ધોન ધ અનટોલ્ડ સ્ટોરી’માં પણ ધોનીએ જ પૈસા લગાવ્યા હતા.
એવું માનવામાં આવે છે કે, ધોની ૨૦૨૩માં છેલ્લી વખત આઈપીએલ રમશે.
આઈપીએલ ૨૦૨૨ દરમિયાન ધોનીને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, તેઓ છેલ્લી મેચ ક્યારે રમશે ત્યારે ધોનીએ અંતિમ મેચ ચેન્નાઈમાં જ રમાશે તેવો જવાબ આપ્યો હતો.SS2KP