ધોરણ-૧૦ અને ૧૨ના પરીક્ષા ફોર્મ ભરવા માટે 7 થી 16 ફેબ્રુ. સુધી વધુ ૧૦ દિવસની મુદ્દત વધારાઈ

પ્રતિકાત્મક
વર્ષ-૨૦૨૨ના બોર્ડની પરીક્ષાના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય / વિજ્ઞાન પ્રવાહના ઑફલાઇન આવેદનપત્રો ભરવા બાબત
ગુજરાત માધ્યમિક અનેઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણવ્યા અનુસાર બોર્ડની સાથે નોંધાયેલ શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ – ૧૦અને ૧૨ સામાન્ય/ વિજ્ઞાન પ્રવાહના આવેદનપત્રો ભરવાની મુદ્દત પૂર્ણ થયેલ છે.
માર્ચ-૨૦૨૨ની પરીક્ષા માટે આવેદનપત્રો ઓનલાઈન ભરવાનું બાકી રહી ગયેલ હોય તેવા રેગ્યુલર અને રીપીટર ઉમેદવારોના આવેદનપત્રો ભરી શકાય તે હેતુથી તા.૦૭/૦૨/૨૦૨૨ થી ૧૬/૦૨/૨૦૨૨ સુધી ઓફલાઈન માધ્યમથી પરીક્ષા ફોર્મ ભરવા માટે વધુ ૧૦ દિવસની મુદ્દત આપવામાં આવે છે.
જેની સપૂર્ણ વિગત અને ફોર્મ બોર્ડની વેબસાઈટwww.gseb.orgપરથીઓફલાઈન ફોર્મના નમુનાની પ્રિન્ટ લઇ જે શાળામાંઅગાઉ અભ્યાસ કર્યો હોય તેશાળાના સહી સિક્કા, જરૂરી દસ્તાવેજોઅને નિયત પરીક્ષા ફી, રૂ! ૩૫૦/- લેઇટ ફી અને રૂ! ૫૦૦/- પેનલ્ટી સાથે “સચિવ, ગુજરાત માધ્યમિકઅને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ” ના નામ જોગ ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવીપરીક્ષા શાખામાં તા.૦૭/૦૨/૨૦૨૨ થી ૧૬/૦૨/૨૦૨૨ સુધીમાંકચેરી સમય દરમ્યાન રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાના રહેશે.
રેગ્યુલર અને રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મનોનમૂનોબોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી ડાઉનલોડ કરી શકાશે. અગાઉઓનલાઈન ફોર્મ ભરતીવખતેબોર્ડની વેબસાઈટ પર મુકેલ આવેદનપત્રોભરવાની સૂચનાઓ ધ્યાને લેવી.
નોંધ: વિધાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ રહેશે જયારે લેઇટ ફી અને પેનલ્ટી લાગુ પડશે.