ધોરણ ૧૦ અને ૧૨ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક થતા ચકચાર
અમદાવાદ, ગુજરાતમાં પરીક્ષા પહેલા પેપર લીક થયાનો સિલસિલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. ત્યારે ગુજરાતમાં વધુ એક પેપરકાંડ સામે આવ્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક થયા છે.
શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. યુટ્યુબ પર પેપર લીક કરાયુ છે. સવાલ એ છે કે, જાે ગુજરાતમાં આ જ પ્રકારે શિક્ષણ વ્યવસ્થા ચાલવાની હોય તો પછી પરીક્ષા સિસ્ટમની જરૂર જ શું છે. શા માટે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવવામાં આવે છે. આવા કૌભાંડીઓને આકરી સજા કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરાઈ છે.
હાલ ધોરણ ૧૦ અને ૧૨ની પ્રીલિમનરી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે પેપર લેવાય તેના બે દિવસ પહેલા પેપર સોશિયલ મીડિયામાં લીક થવુ ચોંકાવનારી ઘટના છે. યુટ્યબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ પેપર નવનિત પ્રકાશનમાં છપાયા છે. ખુદ નવનીત પ્રકાશન દ્વારા આ પેપર લીકનો ખુલાસો કરાયો છે.
પેપર લીક થવા અંગે નવનીત પરીક્ષા પેપર્સ નેટવર્ક તરફથી કાયદેસરની કાર્યવાહી કરાશે.. નવનીત નેટવર્ક તરફથી જણાવવામાં આવ્યું કે, પ્રશ્નપત્રોને અમુક વ્યક્તિઓ દ્વારા જે તે વિષયની પરીક્ષા પહેલા યુટ્યુબ પર પ્રશ્નપત્રો અપલોડ કર્યા છે.
નવનીત તરફથી તમામ શાળાઓને સીલ બંધ પ્રશ્નપત્રોની થેલીઓ પરીક્ષાના નિયત સમય પહેલા શાળામાં પહોંચાડવામાં આવે છે. જે પરીક્ષાના એક કલાક અગાઉ આચાર્ય કે સુપરવાઈઝરની હાજરીમાં ખોલવાના હોય છે. જેણે પણ પરીક્ષાની કાર્યવાહી સાથે ચેડા કર્યા છે અથવા નિયમ તોડ્યા છે તે શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
નવનીત પ્રકાશન દ્વારા એસ.વી.એસ સાથે સંકળાયેલી તમામ શાળાઓને વિનંતી કરાઇ કે પ્રશ્નપત્ર બાબતે શાળાની પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચે એ બદલ ગંભીરતા દાખવી જે તે શાળાએ પ્રશ્નપત્રોની થેલીઓ કાળજીપૂર્વક સાચવી રાખવી.
જીફજી ના પેપર લીક થવા મામલે બોર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે, પ્રિલિમનરી પરીક્ષા લેવા માટે તમામ શાળાઓને અધિકાર આપવામાં આવ્યો છે. જેથી શાળા પોતે પેપર કાઢીને પોતાના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં જે તે શહેર કે જિલ્લાની શાળાઓ એકઠી થઈને પેપર બનાવે છે અને પ્રિન્ટિંગનું કામ કોઈ પબ્લિકેશનને આપવામાં આવે છે.
મીડિયાના માધ્યમથી નવનીત પબ્લિકેશન દ્વારા છાપવામાં આવેલા પેપર લીક થયા હોવાની માહિતી મળી છે. માહિતી મળતાની સાથે જ તાત્કાલિક અમદાવાદ ગ્રામ્ય અને શહેર જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત કરીને તપાસના આદેશ આપ્યા છે. હાલ જે પદ્ધતિથી પ્રિલીમ પરીક્ષા લેવાય છે તે પદ્ધતિ મુજબ આ બોર્ડની પરીક્ષા નહતી. બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાના પેપર ક્યારેય લીક થયા નથી. શાળા કક્ષાએ લેવાતી પ્રિલીમ પરીક્ષાના પેપર લીક થયા હશે તો જે તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
ગુજરાતમાં વારંવાર પેપર લીકની ઘટના બની રહી છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. હવે બોર્ડની પરીક્ષાને પણ તેમાં બાકાત રાખવામાં આવી નથી. ગુજરાતની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. નવનીત પ્રકાશને પેપર તૈયાર કરીને સ્કૂલમાં મોકલ્યા હતા.
ત્યારે આ બાદ પેપર લીક કરાયુ હતું અને સોશિયલ મીડિયા પર અપલોડ કરાયુ હતું. આખરે કેમ ગુજરાતમાં કોઇ પણ પરીક્ષાના પેપર સુરક્ષિત નથી રહેતા. શાળા વિકાસ સંકૂલ દ્વારા લેવાતી આ પરીક્ષામાં કોણે ખેલ કર્યો? કેમ બોર્ડના પરીક્ષાર્થીઓ સાથે આવી મજાક થઇ રહી છે. પરીક્ષાઓને ગંભીરતાથી કેમ તંત્ર નથી લેતું? કોણે ફોડ્યાં ધોરણ ૧૦ અને ૧૨ના પ્રિલિમિનરી પરીક્ષાના પેપર? કેમ આવી ચોરી સામે જિલ્લા શિક્ષણાધિકારીઓ પણ અંધારામાં રહે છે?SSS