Western Times News

Gujarati News

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર: આદિવાસી જિલ્લો ડાંગનું સૌથી વધુ પરિણામ

અમદાવાદ,તા.૪ આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૮૬.૯૧ ટકા પરિણામ જાહેર કરાયું છે. પરિણામ આવતા જ સારા ગ્રેડ આવનાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.આ પરિણામમાં નવાઈની વાત તો એ છે, આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાએ ૧૦૦ ટકા પરિણામ મેળવીને સફળતા હાંસિલ કરી છે. તો શિક્ષણનગરી ગણાતા વડોદરા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યુ છે.

સોથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – ડાંગ (૯૫.૪૧%),સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો – વડોદરા (૭૬.૪૯%) ,સૌથી ઓછુ પરિઆમ ધરાવતુ કેન્દ્ર – ડભોઈ (૫૬.૪૩%),સૌથી વધુ પરિણામ ધરાવતા ૩ કેન્દ્ર – સુબીર, છાપી, અલારસા (૧૦૦% પરિણામ),૧ જ સ્કૂલનું ૧૦ ટકા કરતા ઓછું પરિણામ,૧૦૬૪ સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૮૬.૯૧ ટકા પરિણામ જાહેર કરાયું છે.સૌથી વધુ ૧૦૦ ટકા પરિણામ ધરાવતા કેન્દ્ર સુબિર, છાપી, અલારસા છે. જ્યારે ડાંગ જિલ્લાનું પરિણામ સૌથી વધુ એટલે કે ૯૫.૪૧ ટકા આવ્યું છે.

નવાઈની વાત એ છે કે વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું ૭૬.૪૯ ટકા નોંધાયું છે. પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૮૪.૬૭ ટકા અને નિયમિત વિદ્યાર્થિનીઓનું પરિણામ ૮૯.૨૩ ટકા નોંધાયું છે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ ૪૫.૪૫ ટકા આવ્યું છે. એક જ સ્કૂલનું પરિણામ ૧૦ ટકાથી ઓછું છે. જ્યારે ૧૦૬૪ સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.

દર વર્ષની જેમ પહેલા બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું હતું જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૪ લાખ ૨૨ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ગ્રેડ પ્રમાણે પરિણામ જાેઇએ તો ૨,૦૯૨ વિદ્યાર્થીઓને છ૧ ગ્રેડ,૬૨,૭૩૪ વિદ્યાર્થીઓએ મ્૧ ગ્રેડ મેળવ્યો,૮૪,૬૨૯ વિદ્યાર્થીઓએ મ્૨ ગ્રેડ મેળવ્યો,૭૬,૪૯૨ વિદ્યાર્થીઓએ સી૧ ગ્રેડ મેળવ્યો ૩૪,૮૩૯ વિદ્યાર્થીઓએ સી૨ ગ્રેડ મેળવ્યો ૨,૬૦૨ વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યોરાજ્યભરમાંથી અંદાજે ૪ લાખ ૨૨ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી છે.

ગત વર્ષે કોરોનાને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાવવામાં આવ્યું હતું. તેના આગામી વર્ષ ૨૦૨૦ માં ૭૬. ૨૯ ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં નિયમિત ઉમેદવારોનું ૮૬.૯૧ ટકા પરિણામ, નિયમિત વિદ્યાર્થીઓનું ૮૪.૬૭ ટકા પરિણામ, નિયમિત વિદ્યાર્થીનીઓનું ૮૯.૨૩ ટકા પરિણામ,રિપોટર વિદ્યાર્થીઓનું પરિણામ ૪૫.૪૫ ટકા રહ્યું છે ઉલ્લેખનીય છે કે, પહેલા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ ૧૦નું પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટિ્‌વટ કરીને પરિણામ જાહેર થવાની જાહેરાત કરી હતી. ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ ૬ જૂનના રોજ જાહેર થશે.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.