Western Times News

Gujarati News

ધોરણ ૧૨ સાયન્સના પરિણામે ટિ્‌વન્સ ભાઈઓને અલગ કર્યા

અમદાવાદ, ધોરણ ૧૨નું પરિણામ જાહેર થયું છે. સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામ લેવા માટે સ્કૂલે પહોંચી ગયા હતા. અમદાવાદમાં નારણપુરાની સ્કૂલમાં ટિ્‌વન્સ ભાઈ લવ અને કુશ પણ પરિણામ લેવા પહોંચ્યા હતા, પરંતુ પરિણામ આવતાંની સાથે જ એક ભાઈમાં ખુશી અને બીજા ભાઈમાં નિરાશા જાેવા મળી હતી. લવને A1 અને કુશને B1 ગ્રેડ મળ્યો હતો, જેથી બંને ભાઈઓને હવે અલગ અલગ ભણવું પડશે એનું દુઃખ છે.

નારાણપુરાની વિજયનગર સ્કૂલમાં અભ્યાસ કરતા ટિ્‌વન્સ ભાઈ લવ અને કુશ નાનપણથી જ સાથે અભ્યાસ કરતા હતા. બંને ભાઈઓ સાથે મહેનત કરીને ધોરણ ૧૨ સુધી પહોંચ્યા હતા. ધોરણ ૧૨માં પણ બંને ભાઈઓએ મહેનત કરી હતી, પરંતુ માસ પ્રમોશનને કારણે બંનેએ હવે અલગ થવું પડશે.

લવને A1 ગ્રેડ છે, જ્યારે કુશને B1 ગ્રેડ છે, જેથી તેમણે હવે અલગ અલગ કોલેજમાં એડમિશન લેવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.