ધોરણ ૬થી ૮ના વર્ગ શરૂ કરવાનો ર્નિણય વિચારણા હેઠળ: શિક્ષણ મંત્રી

ગાંધીનગર, રાજ્યમાં ધોરણ ૬થી ૮ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની કવાયત હાથ ધરાઇ છે. ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મુદ્દે નિવેદન આપ્યું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ‘ધોરણ ૬થી ૮ના વર્ગ શરૂ કરવાનો ર્નિણય વિચારણા હેઠળ છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે કોરોનાની બીજી લહેર થમી ગઈ છે. કોરોનાની લહેર થમતા હવે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટો આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં કોલેજાે શરૂ કર્યા બાદ હવે રાજ્યમાં તબક્કાવાર ધોરણ ૯થી ૧૨ના તમામ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યાં છે. એવામાં સરકારે ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં અગાઉ ધોરણ ૬થી ૮ની શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટમાં ચર્ચા કરાઇ હતી. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ‘શાળાઓ શરૂ કરવા અંગે ૧૫ ઓગસ્ટ બાદ ર્નિણય લેવામાં આવશે.’ તદુપરાંત બે દિવસ અગાઉ મુખ્યમંત્રીના નિવાસસ્થાને શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં શિક્ષણપ્રધાન પણ હાજર રહ્યાં હતાં. જેમાં ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરીને ઓફલાઇન શિક્ષણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે, આગામી સમયમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ શકે તેવી શક્યતા સેવાઇ રહી છે અને બીજી બાજુ રાજ્યમાં ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવા મામલે આગામી સમયમાં ર્નિણય લેવાઇ શકે છે.SSS