ધોરણ ૯-૧૨ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાશે
અમદાવાદ: રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન-એઇડ અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકસમાન રીતે ધોરણ-૯ થી ૧૨ માં એકમ કસોટી તેમજ સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવા બાબતે શિક્ષણ વિભાગના ઠરાવથી નિર્ણય કરવામાં આવેલ છે.રાજ્યની તમામ શાળાઓમાં હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા હોમ લર્નિંગ વધુ સારી રીતે થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવા પણ શિક્ષણ વિભગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
વર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં ધોરણ-૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ દ્વારા અલગ-અલગ માધ્યમ દ્વારા શાળા શૈક્ષણિક કામગીરી કરી રહી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦ ૨૧માં તાઃ-૨૯/૦૭/૨૦૨૦ થી તાઃ-૩૦/૦૭/૨૦૨૦ દરમ્યાન ધોરણ-૦૯ થી ૧૨ની પ્રથમ એકમ કસોટી યોજવાનું આયોજન છે. જેમાં નીચે મુજબના વિષયના પ્રશ્નપત્રો બોર્ડ દ્વારા તૈયાર કરી જિલ્લા શિક્ષણાધિકારીના આધિકારીક મેઇલ એડ્રેસ પર પરીક્ષાના બે થી ત્રણ દિવસ પહેલાં મોકલી આપવામાં આવશે. જેના સંચાલનના નિયમો અને અભ્યાસક્રમ નકીકરવામાં આવેલ છે. ૧. ધોરણ- ૦૯ થી ૧૨ ની એકમ કસોટી ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ સરકારી / ગ્રાન્ટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર શાળાએ ફરજિયાત લેવાની છે.