ધોરણ 8 કે તેથી વધુ અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ ‘સમર સ્કીલ વર્કશોપ’માં ભાગ લઈ શકશે
આઈ.ટી.આઈ સરખેજ ખાતે સમર સ્કિલ વર્કશોપ યોજાશે
ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8 કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વધે તેમજ વિવિધ હાઉસહોલ્ડ સ્કીલ એક્ટિવિટીમાં ભાગ લઈ તેઓનો સ્કીલ ટ્રેનિંગ પ્રત્યેના ઉત્સાહ અને રસમાં વધારો થાય
તેમજ સ્કીલ ટ્રેનિંગ અંગેનો તેમનો અભિગમ બદલાય તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈ.ટી.આઈ સરખેજ ખાતે 06/06/2024થી 21/06/2024 દરમિયાન વિનામૂલ્યે ‘સમર સ્કિલ વર્કશોપ’નું આયોજન કરવામાં આવશે.
આ વર્કશોપમાં ભાગ લેવા માટે ફ્રી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી ધોરણ 8 કે તેથી વધુ અભ્યાસ કરેલ ઉમેદવારોએ આચાર્યશ્રી, આઈ.ટી.આઈ, સરખેજનો રૂબરૂ મુલાકાત લેવી અથવા તેનો નંબર 079-29704831 પર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.