ધોરાગઢ ગામે યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂા.ર૩ હજાર પડાવ્યા
ખંભાળીયા, ભાણવડ તાબાના ધારાગઢ ગામે એકાદ માસ પહેલાં ઢેબર ગામના હાસમ ઉર્ફે ભીખુ મુસા હીંગોરા નામના યુવાનને ધારાગઢ ગામે હનીટ્રેપમાંફસાવી રૂા.ર૩ હજારનો તોડ કરનાર યુવતિ સહિતની ટોળકી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી ચાર શખ્સો ઝડપી લીધા હતા. અને યુવતિ સહિતના સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે ઢેબર ગામના હાસમ ઉર્ફેે ભીખુ હીંગોરા નામના યુવાન એકાદ માસ પહેલાં ભાણવડના શિવા ગામે પત્થરની ગાડી ખાલી કરાવતો હતો ત્યારે તેના પરિચિત કાસમે હીંગોરાનો ફોન આવ્યો હતો. અને એક વાડીએ જમવાનો કાર્યક્રમ રાખ્યો હોય જવાની વાત કરી હતી.
બાદમાં હાસમ ઉર્ફે ભીખુ તથા કાસમ અને વિરમ કોડી બાઈકમાં ધારાગઢના પાટીયા પાસે આવેલી ઓરડીએ ગયા હતા. જ્યાં કાસમનો મિત્ર નુરમામદ ઉર્ફે નૂરો કોટડી હતો. અને ઓરડીમાં સાનલ ગોસ્વામી નામની યુવતિ પણ હતી.
દરમ્યાનમાં ત્રણેયે મિત્રો વાતચીત કરતા હતા ત્યારે રાજુ ગઢવી, અજય ગઢવી, નુરમામદ અને કાસમ નામના શખ્સો આવ્યા હતા. અને પોલીસ તરીકે ઓળખ આપી હતી. અને કાસમ ઉર્ફે ભીખુ તથા વિરમ કોડીને મારકૂટ કરી હતી અને પોલીસ કેસ કરવાની વાત કરતાં ચારેયે શખ્સોએ રૂા.૯૦ હજાર માંગ્યા હતા.
અને બાદમાં રૂા.પ૦ હજાર નક્કી થયા હતા. અને બાદમાં હાસમ ઉર્ફે ભીખુ પાસેથી રૂા.ર૩ હજારની રકમ પડાવી લીધી હતી. બાદમાં સમગ્ર પ્રકરણ પોલીસમાં પહોંચ્યુ હતુ. અને હાસમ ઉર્ફે ભીખુ હીંગોરાની ફરીયાદ પરથી હનીટ્રેપમાં તોડ કરનાર ટોળકી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં રહેતા કાસમ ઉર્ફે કાસલો, રાજુ ઉર્ફે સાયા ભોજાણી, અજય માંડલ હરડાજાણી અને સહારા ઉર્ફે હકી વસીમને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં કાસમ અને નુરમામદ દ્વારા હનીટ્રેપ કરાવવામાં આવતુ હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે યુવતિ સહિતના સાગરીતોની શોધખોળ શરૂ કરી હતી.