ધોરાજીમાં પતિએ જ પત્નીને ચોથા માળેથી નીચે ફેંકીને હત્યા કરી
રાજકોટ: રંગીલા રાજકોટમાં એક પતિએ જ તેની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આજે સવારે પતિએ પત્નીને ચોથા માળેથી ધક્કો મારીને નીચે ફેંકી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પતિએ પત્નીને ચોથા માળેથી નીચે ફેંકીને હત્યા કર્યા બાદ જાતે જ ધોરાજી પોલીસમાં હાજર થઇ ગયો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
ધોરાજીના સ્ટેશન પ્લોટ ખાતે આવેલ ચીત્સીયા કોલોની ખાતે રહેતા અને કુવૈત ખાતે નોકરી કરતા ઈમિતિયાઝ દલાલ છેલ્લા ૬ માસથી ધોરાજી ખાતે પોતાના પરિવાર સાથે ચીત્સીયા કોલોની ખાતે ૧ પુત્ર અને પતિ અને પત્ની રહેતા હતા અને બીજાે પુત્ર હૈદ્રાબાદ ખાતે નોકરી કરે છે અને કોઇપણ કારણસર આજે વહેલી સવારે જીન્નતબેન ઈમિતિયાઝ દલાલ (ઉ.૩૫ )ની ડેડબોડી ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે લાવતા અને આ અંગે મહિલા પીએસઆઇ નયનાબેને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.