ધોલિયા ગામે ગૌચર બચાવવા ગ્રામજનોના આંદોલનના સમર્થનમાં CPM
ધોળી ડુંગરી પર અપાયેલ લીઝ ખાણખનીજ વિભાગનો ભ્રષ્ટાચારનો આક્ષેપ
મોડાસા ધોલીયા ગામે ઐતિહાસિક ધોળીડુંગરી અને ગૌચર જમીન ઉપર મંજૂર કરાયેલી લીઝ સામે ગ્રામજનોમાં ભારે વિરોધ ઉઠયો છે ૫૦ થી વધુ પરિવારોએ લીઝ રદ કરવામાં આવેની માંગ સાથે બે દિવસથી આંદોલન શરૂ કર્યું છે ધોલીયા ગામના લોકોનું ગૌચર બચાવો આંદોલન હવે રાજકીય રંગ પકડી રહ્યું છે આંદોલન પર બેઠેલા ગ્રામજનોના સમર્થનમાં સીપીએમ આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે ખનન અટકાવવામાં આવેની માંગ કરી હતી તેમજ ખાણખનીજ વિભાગે ભારે ભ્રષ્ટાચાર આદરી લીઝને મંજૂરી આપવામાં આવી હોવાનો આક્ષેપ સીપીએમના અગ્રણી ડાહ્યાભાઈ જાદવે કર્યો હતો
ધોલીયા ગામે ગૌચર અને ધોળી ડુંગરી પર લીઝ મંજુર થતા ભારે વિરોધ ઉઠ્યો છે અને ગામલોકોએ લીઝ રદ કરવા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને ૫૦ થી વધુ પરિવારો ધોળી ડુંગરી અને ગૌચરમાં વિવિધ વિરોધ પ્રદર્શન કરતા બેનરો સાથે તંત્ર સામે આંદોલન શરૂ કરતા શુક્રવારે ગ્રામજનોના સમર્થનમાં સીપીએમના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને આંદોલનમાં ગ્રામજનો સાથે ખભેખભા મીલાવી સહકાર આપવા અને ખનન અટકાવવાની હૈયાધારણા આપી હતી
સીપીએમ અગ્રણી ડાહ્યા ભાઈ જાદવના જણાવ્યા અનુસાર, ખાણખનીજ વિભાગે લીઝ આપવામાં ભારે ભ્રષ્ટાચાર આદર્યો હોવાનો આક્ષેપ કરી લીઝ ધારક પથ્થરોના ખોદકામથી ઐતિહાસિક ધોળીડુંગળી કે જેના નામથી આ ગામની ઓળખ છે. તેના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહયો હોવાનું અને આ સ્થળે આવેલ મંદિરો અને આસપાસના ખેતરોને આ ખનન કામગીરીથી ભારે નુકશાન પહોંચી રહયું છે . આ ધોળીડુંગરી ગામ માટે મેશ્વો પુર સામે રક્ષક બની રહી હોવાનું જણાવતાં આ ડુંગરી ખોદી નખાશે તો ગામ સામે ભારે ખતરો ઉભો થશે એવો ભય વ્યક્ત કરી લીઝ રદ કરવા અને આ જમીન ગૌચરમાં તબદીલ કરવા છેવટ સુધીની લડતમાં ગ્રામજનોની પડખે ઉભા રહેવાનો લલકાર કર્યો હતો.