Western Times News

Gujarati News

ધોલેરા SIR બેટરી મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરમાં દેશની આગેવાની કરશે

અમદાવાદ, મોબિલિટી અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટકમાંથી એક છે, જે રાષ્ટ્રને આગળ લઈ જાય છે અને તેની અર્થવ્યવસ્થાને પણ ગતિશીલ રાખે છે. ભારત સરકારનો મહત્ત્વકાંક્ષી સ્માર્ટ સિટી ધ્યેય પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે ત્યારે સ્માર્ટ મોબિલિટી સોલ્યુશન્સ આ પ્રક્રિયાની આસાન પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવીને રહેશે.

આને ધ્યાનમાં લેતાં ગુજરાત સરકારની ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીએસઆઈઆરડીએ) દ્વારા દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોર્પ (ડીએમઆઈસીડીસી) અને સીઆઈઆઈ સાથે સહયોગમાં અમદાવાદમાં 27 જુલાઈએ સસ્ટેનેબલ મોબિલિટીઃ અ ન્યૂ એરા ઓફ ઈ-મોબિલિટી પર સંયુક્ત પરિષદનું આયોજન કરાયું હતું.

આ પરિષદમાં ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી આઈએએસ ડો. જે એન સિંહે ધોલેરા એસઆઈઆર સક્ષમ મોબિલિટીના પ્રમોશનમાં અને ભારતમાં ઈવી ક્રાંતિ લાવવા માટે આગેવાની લેશે એવી ઘોષણા કરી હતી.

ધોલેરા એસઆઈઆર ભારતનો સૌથી વિશાળ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર પ્રોજેક્ટમાંથી એક છે, જે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે. તે ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને બેટરી ઉત્પાદનની સંપૂર્ણ મૂલ્ય શૃંખલા સ્થાપિત કરવા માટે અત્યાધુનિક આઈસીટી અભિમુખ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સુસજ્જ છે. ધોલેરા બેટરી કમ્પોનન્ટના ઉત્પાદકો, બેટરી પેક ઉત્પાદકો તેમ જ ઈવી ઉત્પાદકોને સમાવી શકે છે.  આ પરિષદમાં બે વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું ભવિષ્ય અને ઈવી અને એન્સિલરીઝમાં નવા યુગના ઉદ્યોગો માટે અવકાશનો સમાવેશ થાય છે. મુખ્ય વક્તવ્ય નીતિ આયોગના સીઈઓ આઈએએસ શ્રી અમિતાભ કાંતે વિડિઓ કૉંનફરેન્સ દ્વારા આપ્યું હતું.

આ સમયે ગુજરાત સરકારના નાણાં વિભાગના વધારાના મુખ્ય સચિવ આઈએએસ અરવિંદ અગ્રવાલ, ડીએમઆઈસીડીસીના સીઈઓ અને એમડી આઈએએસ શ્રી અલ્કેશ કુમાર શર્મા, ઢોલેરા ઈન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિ.ના એમડી આઈએએસ શ્રી જય પ્રકાશ શિવહરે, સીઆઈઆઈની ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન શ્રી રાજુ શાહ, ટોરેન્ટ ગ્રુપના એમડી શ્રી જિનલ મહેતા, ટાટા કેમિકલ્સ લિ.ના એનર્જી અને બેટરી બિઝનેસના સીઈઓ શ્રી રિનો રાજ, સીઆઈઆઈ કર્ણાટક સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને વોલ્વો ગ્રુપ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કમલ બાલી અને ઈન્ડિયા અને એસઈ એશિયા પેનાસોનિક કોર્પોરેશનના એનર્જી સિસ્ટમ્સ ડિવિઝનના હેડ શ્રી અતુલ આર્ય હાજર હતા.

આ કાર્યક્રમ વિશે વાત કરતાં શ્રી અમિતાભ કાંતએ જણાવ્યું હતું કે, આજની કૉન્ફરન્સ ખૂબ જ મહત્વની છે, કારણ કે, ભારતની શહેરી વસતી આગામી એક દાયકામાં લગભગ બમણી થઈ જશે. આપણે નવા શહેરોની જરૂર છે, નહીંતર આપણે બિનઆયોજિત શહેરીકરણમાં રહેવા માટે મજબૂર થઈ જઇશું. ધોલેરા એ સ્થાયી રીતે આયોજિત શહેરીકરણનું વિશિષ્ટ ઉદાહરણ છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, શહેરની અંદર અને શહેરોની વચ્ચેની મુસાફરીમાં અત્યંત ઝડપી વધારો થશે. આ પ્રકારના ઝડપી વિકાસને પરિણામે ઘણાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવો પડે છે. આપણે પરિવહનના સહભાજિત, જોડાયેલ અને ઇલેક્ટ્રિક ઉપાયો પર ભાર મૂકવો જોઇએ. ભારતીય નાગરિકો વધુ સરળતાથી શ્વાસ લઈ શકે તે માટે તે આપણને સ્વચ્છ હવા સહિતના અનેકવિધ પર્યાવરણીય લાભ પૂરાં પાડશે.

અમારો હેતુ આપણા શહેરોને સ્વચ્છ બનાવવાનો છે, આપણે આપણી ઓઇલની આયાત ઘટાડવી જોઇએ, ભારત પાસે રહેલી સૌથી મોટી સંપત્તિ તેનો સૂર્યપ્રકાશ છે, આપણે ઊર્જાના આ ચોક્કસ સ્રોતોનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ, ખાસ કરીને ગુજરાતમાં, જે ઇલેક્ટ્રિક વાહનો ચલાવવા અને ગિગા મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીઓનું સંચાલન કરવા માટે સૂર્યપ્રકાશ અને તેની ઊર્જાનો ઉત્તમ સ્રોત ધરાવે છે અને મને ખાતરી છે કે, ધોલેરા તેમાં અગ્રણી તથા મુખ્ય ઉત્પ્રેરક સાબિત થશે અને ઇલેક્ટ્રિક પરિવહનના સંદર્ભમાં તે પરિવર્તન તથા સુધારણા લાવશે.

દુનિયાભરમાં ઈલેક્ટ્રિક વાહનો (ઈવી) ડિકાર્બોનાઈઝેશન નીતિઓ અને ગ્રાહકો માટે ઈવી ખર્ચમાં સુધારણાને ગતિ આપવા માટે તેજ ગતિથી વૈશ્વિક સ્તરે પ્રવેશ કરી રહ્યાં છે. ભારત પણ ઝડપભેર નિયમન પર્યાવરણ પર ભાર આપીને ઈવી ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપતાં રાષ્ટ્રોમાં ઝડપથી જોડાઈ રહ્યો છે. હાલમાં કેન્દ્રીય બજેટમાં ઈવી માટે ઘણાં બધાં પ્રોત્સાહનોનું વચન આપવામાં આવ્યું હતું

અને સરકારની થિંક- ટેન્ક નીતિ આયોગ ભારત પરિવહનમાં સ્વચ્છ અને શૂન્ય ઉત્સર્જન સ્વરૂપમાં પરિવર્તનની હિમાયત કરવામાં આગળ છે.  પરિષદમાં ગુજરાત સરકાર હરિત ટેકનોલોજીઓને કઈ રીતે પ્રોત્સાહન આપી રહી છે તેના સહિત પ્રસ્તુતિકરણો અને ચર્ચાઓ થકી વિવિધ વિષયો આવી લેવામાં આવ્યા હતા.

ઈવી અને બેટરી ઉત્પાદન માટે ઈકો- સિસ્ટમનું નિર્માણ અને સક્ષમ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે નીતિની કાર્યરેખા જેવા વિષયો પર પેનલ ચર્ચા પણ યોજાઈ હતી.  ભારત સ્માર્ટ સિટીઝના ધ્યેય તરફ રોજ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે ઈવી પરિવહનનું ભાવિ છે. સ્માર્ટ મોબિલિટી નિવારણોનું લક્ષ્ય બે બાબત પર કેન્દ્રિત છેઃ જીવનની બહેતર ગુણવત્તા નિર્માણ કરવી અને તેની પર્યાવરણીય ફૂટપ્રિંટમાં ઘટાડો કરવો. નવી બજેટની ઘોષણાઓ સાથે ભારત સરકાર ઈવી બજારને અત્યંત જરૂરી ટેકો આપવા માટે સુસજ્જ છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.