ધોળકાના ખાનપુર ગામે ૧૫ વર્ષની છોકરી સાથે ગેંગરેપ
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ધોળકાના તાલુકાના ખાનપુર ગામે ૧૫ વર્ષની છોકરી સાથે ગેંગરેપની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ધોળકા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાઇ છે. સામુહિક દુષ્કર્મની ઘટના બાદ સગીરાની હાલત ગંભીર થતાં તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ધોળકા પોલીસે ૮ શખ્સો સામે ગુનો નોધ્યો છે અને હ્લજીન્ની ટીમને સાથે રાખીને આગળની તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે રાત્રિના સમયે ધોળકાથી ૫ કિમી દૂર આવેલા ખાનપુર ગામ પાસે ખેતરમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી અને તેમાં ૮થી પણ વધારે લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે. સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને ધોળકામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર યુવતીએ પોલીસને નિવેદન આપ્યું છે પણ તે અંગે કોઈ માહિતી અત્યારે જાહેર કરવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ પાસેથી જાણવા મળ્યું છે કે, ઘટનાસ્થળ પરથી ફોરેન્સિક સેમ્પલ અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ પણ ત્યાં પહોંચી હતી.
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં હવસખોરે ૪ વર્ષીય બાળકી સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસે આરોપીને પકડીને જેલ હવાલે કરી દીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.SSS