Western Times News

Gujarati News

ધોળકામાં – દસક્રોઈ – વિરમગામ પંથકમાં કોરોના પોઝીટીવ કેસ વધ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના કેસો માત્ર શહેરી વિસ્તારમાં જ નહિ હવે ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાવા મળી રહયા છે અમદાવાદ, વડોદરા તથા સુરત શહેરમાં કોરોનાનું કાળચક્ર જાણે ફરી રહયુ છે. એક તરફ કોરોના સંક્રમિત થયેલા કેસો લગભગ એવરેજ ૩૦૦ની આસપાસ અમદાવાદ શહેરમાં જાવા મળી રહયા છે. તો સુરત- વડોદરાની કેટલેક અંશે સ્થિતિ બગડી રહી છે શહેરી વિસ્તારો કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના બિલ્લિપગે પ્રસરી રહયો છે ગામડાઓમાં સરકારી ગાઈડલાઈનનું અમલ થઈ રહયું છે તેમ છતાં કેસોમાં ઉછાળો આવી રહયો છે તે ચિંતાજનક છે. કોરોનાએ ગામડાઓને ભરડો લેવાની શરૂઆત કરી દીધી છે.

ગઈકાલે રવિવારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવના લગભગ ર૯ જેટલા કેસો નોંધાયા હતા જેમાં ધોળકામાં ૧૪ જેટલા કેસો નોંધાયા છે. ધોળકામાં પાછલા કેટલાક દિવસોથી કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહયો જાવા મળી રહયો છે.

ધોળકાની સાથે દસક્રોઈ અને વિરમગામ પંથકમાં કોરોનાના પાંચ-પાંચ જેટલા પોઝીટીવ કેસો નોંધાયા છે. ગામડાઓમાં કોરોનાના વધતા જતા કેસથી પ્રશાસન તંત્ર સતર્ક થઈ ગયુ છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બજારો ખૂલી ગયા છે તેમાં પણ ખેડૂતોને ખેતપેદાશોના વેચાણ માટેના માર્કેટયાર્ડ ખુલતા પરિÂસ્થતિ ઘેરી બને તેવા સંકેતો મળી રહયા છે. જાકે અહીંયા સરકારી ગાઈડલાઈનનું પાલન થાય છે તેમ છતાં માર્કેટો તથા બજારો ખુલતા જ એવા પણ લોકો નજરે પડે છે કે જે ગાઈડલાઈનનું પાલન કરતા નથી. એક સામાન્ય ભૂલ અન્ય લોકોને ભારે પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.