ધોળકામાં HR મહિલાને પરેશાન કરતા અભયમની ટિમ મદદે આવી
નોકરીના સ્થળે મહિલાઓ સાથે ખરાબ વર્તન થવાના કિસ્સા વારંવાર સામે આવતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો ધોળકાની એક કંપનીનો બહાર આવ્યો છે. જેમાં HR એક મહિલાને વારંવાર તમામ સ્ટાફ સામે ઉતારી પડતો હતો ઉપરાંત મહીલા ન કરી શકે તેવા કામ કરવાની ફરજ પડતો હતો. આ અંગે મહિલાએ 181 ની મદદ મેળવતા છેવટે HR એ પોતાની ભૂલ સ્વીકારી હતી.
એક મધ્યમ વર્ગીય મહિલા પોતાની ખરાબ આર્થિક પરિસ્થિતિ ને કારણે મજબુર હતી અને ધોળકાની એક કંપનીમાં કામ કરતી હતી. જો કે કંપનીના HR તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા . તેમની બધાની સામે ” લાફો મારીશ અને કહ્યું કામ નહિ કરે તો નોકરીમાંથી કાઢી મુકીશ.” કહી ઉતારી પડતા હતા. ઉપરાંત ઘરે જવાના સમયે જ તેમને કામ સોંપતા હતા. HR ના આવા વર્તન ને પગલે મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી જમવાનું પણ બંધ કરતા તેમની પુત્રીએ આ અંગે પૃચ્છા કર્યા બાદ 181 અભયમની મદદ લેવાનું કહ્યું હતું.
જેથી મહિલાએ ફોન કરતા અભયમની ટિમે HR ને સમજાવ્યા હતા. જો લે પ્રથમ તેમણે ભૂલ ન સ્વીકારતા સીસીટીવી કેમેરા તપાસીને બતાવતા તેમણે માફી માંગી હતી. અભયમની ટીમે મેનેજર સાથે વાત કરીને મહિલાને અન્ય ડિપાર્ટમેન્ટ માં મોકલી આપી હતી.