ધોળકા તાલુકાના લોલિયા ગામે ભોગાવો નદી પર વિશાળ આડબંધના નિર્માણનું કાર્ય શરૂ
વરસાદી પાણીના સંગ્રહ માટે અમદાવાદ જિલ્લામાં તળાવો ઉંડા કરવાનું સુજલામ સુફલામ જળ અભિયાન પૂરજોશમાં
આ બંધના કારણે આગામી ચોમાસામાં 37 એમ.સી.એફ.ટી. વરસાદી પાણીનો સંગ્રહ થતા સાત હજાર એકર જમીનને સિંચાઈનો લાભ મળશે.
હાલમાં સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ જળ સંપત્તિ , , ગ્રામ વિકાસ અને વોટરશેડ વિભાગ દ્વારા જળ સંચય અભિયાનની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે .
અન્ય વિભાગો દ્વારા જે તે ગામમાં જળસંચયની કામગીરી ચાલી રહી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગઈકાલે બાવળા તાલુકાના ધનવાડા ગામે તળાવ ઉંડુ કરવાના ચાલી રહેલા કામની મુલાકાત લઇ ને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગામનું તળાવ ઉંડુ થતાં આગામી ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી આસપાસના ની ભૂગર્ભ જળ સપાટી પણ ઊંચી આવશે. તેના કારણે ખરીફ તથા રવી સિઝનમાં ખેડૂતોને સિંચાઈ ની દ્રષ્ટિએ ખૂબ જ લાભ થશે .
સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ઉપરાંત ધોળકા તાલુકાના લોલીયા ગામ પાસે વહેતી ભોગાવો નદી ને પુનર્જીવીત કરવા માટે કરવા માટે જળસંપત્તિ વિભાગ દ્વારા એક વિશાળ આડબંધ ની કામગીરી પણ હાલમાં ચાલી રહી છે . મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલે આ કામગીરીનું પણ નિરિક્ષણ કર્યું હતું .
લોલીયા ગામની સીમમાં આવેલી ભોગાવો નદી સામાન્ય રીતે ચોમાસા માં પણ નહિવત પાણી સાથે લગભ સુક્કી જ રહેતી હોય છે ,જ્યારે બીજી તરફ દરિયાના પાણી ની ભરતી છે કે અહીં સુધી આવતી હોવાથી આસપાસના ગામોની જમીન પણ લગભગ ખારી બની ગઈ હોવાથી અહીંયા ખેતી બહુ ઓછા પ્રમાણમાં થાય છે .
આ સમસ્યાના નિવારણ માટે અમદાવાદ જિલ્લા જળસંપત્તિ વિભાગ વિભાગ દ્વારા લોલીયા પાસે ભોગાવો નદીમાં ચોમાસાનું પાણી રોકીને તેને પુનર્જીવિત કરવાના અભિયાનના ભાગરૂપે એક વિશાળ આડબંધ ના નિર્માણની કામગીરી શરૂ કરાઇ છે. આ કામગીરી પૂર્ણ થતા આગામી ચોમાસામાં ભોગાવો નદીના ચેકડેમ દ્વારા 1.05 એમસીએમ એટલે કે ૩૭ એમ.સી.એફ.ટી વરસાદી પાણીના જથ્થાનો સંગ્રહ થઇ શકશે. સ્ટ્રક્ચર થવાથી સમુદ્રમાં ભરતીના કારણે લોલીયા તથા અન્ય ગામો ની ની ખેતીની જમીન ક્ષાર વાળી થઇ જતી હતી તે સમસ્યા પણ ધીમે ધીમે હલ થઇ જશે .ઉપરાંત વરસાદી પાણીના સંગ્રહને કારણે મીઠા પાણીના પરિણામે ખરીફ પાક શરૂ લઇ શકશે . શિયાળામાં ઘઉં ,ચણા, તથા જીરું જેવા મૂલ્યવાન રવિ પાક પણ લઇ શકાશે .સાતથી આઠ હજાર એકર ખેતીલાયક જમીનમાં સિંચાઈનો ખેડૂતોને લાભ મળશે
ધોળકા તાલુકાના ઉતેળીયા,ગુંદી, સમાણી , અને અન્ય આજુબાજુના વિસ્તારના ગામોને પણ સિંચાઇનો લાભ મળશે. વર્ષોથી સિંચાઇની સુવિધાના અભાવે જીવતા ધોળકા તાલુકાના છેવાડાના ગામો વરસાદ આધારિત ખેતી કરીને પાક લઈ શકતા હતા. હવે આ યોજના પૂર્ણ થવાથી આ ગામોની આશરે સાતથી આઠ હજાર એકર ખેતીલાયક જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળશે. જ્યારે ભૂરખી ,ધીગડા અને અન્ય ગામો ને સિંચાઇનો આડકતરો લાભ મળશે.