ધોળકા સ્ટેશન સહિત અન્ય સ્થળે RCC તૂટી જવાની સાથે પત્થરો પણ નીકળી જતાં તપાસ માટે રજુઆત
અમદાવાદ-બોટાદ લાઈનના રેલ્વે સ્ટેશનો શરૂ થતાં પહેલાં જ તૂટી ગયા!!
(એેજન્સી) અમદાવાદ, અમદાવાદ-બોટાદ રેલ્વેલાઈનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં બદલવામાં આવી છે. આ રૂટની કામગીરી લગભગ અંતિમ તબક્કામાં છે. હાલમાં ટ્રેક અને સિગ્નલ સહિત આ રૂટ પર આવતા તમામ સ્ટેશનોના નિર્માણની કામગીરી પણ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.
પરંતુ ધોળકા સહિત અન્ય સ્ટેશનો તેમજ અન્ય કોન્ટ્રાક્ટરો દ્વારા કરાયેલી કામગીરી ખુબ જ હલકી કક્ષાની હોવાથી આરસીસી બાંધકામ પણ તુટવાની સાથે સટેશન પર લગાવેલા પત્થરો પણ નીકળવા લાગ્યા છે. આ કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓની મીલીભગત હોવાને કારણે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવાની સાથે મોટાપાયે ભ્રષ્ટાચાર-કૌભાંડ થયુ હોવાના આક્ષેપ સાથે તટસ્થ તપાસની ડીઆરએમ સમક્ષ માંગણી કરાઈ છે.
આ કથિત ભ્રષ્ટાચાર વિશે ધોળકાના જીતેન સમ્રાટેે જણાવ્યુ હતુ કે હાલ ધોળકા સ્ટેશનના પ્લેટફોર્મ પર પત્થર લગાવવાની સાથે સાથે આરસીસીની કામગીરી પણ ચાલી રહી છ. સામાન્ય રીતે આરસીસીની કામગીરીમાં પ્લેટફોર્/મ પર ત્રણ લેયર હોવા જાેઈએ.
પરંતેુ ભ્રષ્ટાચાર અને અધિકારીઓની સાંઠગાંઠને કારણે અહીં એક લેયરથી જ કામ ચલાવી લેવામાં આવ્યુ છે.
જ્યારેફાઉન્ડેશનમાં લગાવાયેલા પત્થરો નીકળી ગયા છે. તેની સાથે જ આરસીસી મટીરીયલ તૈયાર કરવા ઉપયોગમાં લેવાતા કોંક્રીટ, સિમેન્ટ, રેતી સહિત અન્ય મટીરીયલ્સને યોગ્ય પ્રમાણમાં ઉપયોગમાં લેવાયુ નથી. જેના પગલે આ રૂટ શરૂ થતાં પહેલાં જ આરસીસી કામ નબળુ હોવાથી તૂટવા લાગ્યુ છે. આ કામગીરીમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયો હોવાનુ કહેવાય રહ્યુ છે.