ધોળા દિવસે બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યાઃ રૂ.૩.૫૦ લાખના ચોના-ચાંદીના દાગીના ચોરાયા
ભિલોડા, અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં દિન-પ્રતિ-દિન ચોરીઓનો ઉપદ્રવ વધતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાઈ રહ્યો છે.ભિલોડાના હાર્દસમા રહેણાંક ગીચ વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પાસે ધોળા દિવસે એક બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા.અંદાજીત રૂ.૩,પ૦,૦૦૦/- ના સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરીને તસ્કર ટોળકી પલાયન થઈ ગઈ હતી.પોલીસએ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ધારા ધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ભિલોડાના મકાન માલીક શિક્ષક ભાવનાબેન સુરેશભાઈ પંચાલ,સુરેશભાઈ ધુળાભાઈ પંચાલના જણાવ્યા મુજબ તસ્કરોએ ભર બપોરે બંધ મકાનનું તાળુ તોડી ઘરની અંદર પ્રવેશ કરીને ઘરવખરીનો સામાન તસ્કરોએ વિરવિખેર કરી નાખ્યો હતો.લોખંડની તિજારીનું લોક તોડીને તસ્કરોએ સોનાનું મંગળસુત્ર,ર જાડ બુટ્ટી,ર જાડ ચેઈન,લોકેટ, ર જાડ કડીયો,ર જાડ વીંટી,ચાંદીના ર જાડ છડા સહિત વિવિધ ચીજવસ્તુઓ તેમજ સોના-ચાંદીના ઘરેણા અંદાજીત ૮ થી ૧૦ તોલાની ચોરી કરીને અજાણ્યા તસ્કરો ભરબપોરે રફુચક્કર થઈ ગયા હતા.પોલીસએ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે ઘર માલીક સહિત આજુ-બાજુના લોકો દર્શનાર્થે ગયા હોઈ તેનો તસ્કરોએ ભર બપોરે લાભ ઉઠાવી ચોરીનો પ્રયાસ સફળ બનાવ્યો હતો.