ધોળા દિવસે બાઈકસવારને નીચે પછાડી 18 લાખની લૂંટ કરનારા બે ઝડપાયા
સુરતની રૂા.૧૮ લાખની લૂંટમાં બે પકડાયા
સુરત, અહીંના ખડોદરા કેનાલ રોડ પર ધોળા દિવસે બાઈકસવારને નીચે પછાડી દઈને રૂા.૧૮ લાખની લૂંટ કરવા અંગે બે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. તેની પાસેથી રોકડ રકમ, બાઈક અને મોબાઈલ ફોન સહિત રૂા.૭.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
આ લૂંટ અંગે મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની અને અને હાલ ભટારરોડ રૂપાલી કો.ઓપરેટીવ સોસાયટી ખાતે રહેતા દુષ્યંત રજનીકાંત પાઠક અને ખટોદરા જનતાનગર ખાતે રહેતા નરેન્દ્ર યાદવની ધરપકડ કરવામાં આવી હતી. બાદ આરોપી દુષ્યંત પાઠકની કરેલી પૂછપરછમાં જણાવ્યું હતું કે,
પોતાના માથા પર દેવું વધી જતા અને નાણાંની જરૂરિયાત હોવાથી તેણે નરેન્દ્ર યાદવ સાથે રાખી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપી દુષ્યંત પાઠક ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં નોકરી કરતો હોય તેમજ ઓફિસમાં કર્મચારી રોજે રોજના બપોરના સમયે બેંકમાં રોકડા રૂપિયા ૧૮ લાખ બેગમાં ભરીે જમા કરાવા જતો હોવાની જાણ હતી.
તેની રેકી પણ તેએએ કરી હતી. તેની પાસેથી મુદ્દામાલમાં રોકડ રૂપિયા ૬,૫૭ લાખ રૂા.૪૦ હજારનું બાઈક, મોબાઈલ ફોન નં.૨ મળી કુલ રૂ.૭,૧૩,૪૦૦ કબ્જે કર્યા છે.