ધો.૧ર સામાન્ય પ્રવાહનું ૭૬.ર૯ ટકા પરિણામ
ર૬૯ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામઃ પ૬ શાળાઓનું ૧૦ ટકા કરતા ઓછું પરિણામ : સૌથી ઓછું જૂનાગઢ જીલ્લાનું પ૮.ર૬ ટકા પરિણામ : ગત વર્ષ કરતા ૩ ટકા વધુ પરિણામ જાહેરઃ આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓનું ઉજ્જવળ
પરિણામઃસૌથી વધુ પાટણ જીલ્લાનું ૮૬.૬૭ ટકા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનારી ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ આજે ૭૬.ર૯ ટકા પરિણામ જાહેર થયુ છે. જે ગત વર્ષ કરતા ૩ ટકા જેટલું વધારે છે.આ વર્ષે પણ વિદ્યાર્થીર્નિઓનુ પરિણામ વિદ્યાર્થીઓની સરખામણીમાં સારૂ આવ્યુ છે. રાજ્યમાં સૌથી વધારે બનાસકાંઠા જીલ્લાના સોની કેન્દ્રનું ૯૭.૭૬ ટકા અને સૌથી ઓછું ગીરસોમનાથ જીલ્લાના ડોળાસા કેન્દ્રનુ ૩૦.ર૧ ટકા પરિણામ આવ્યુ છે. જીલ્લા પ્રમાણે જાઈએ તો આ વર્ષે સૌથી વધુ પાટણ જીલ્લાનું ૮૬.૬૭ ટકા અને સૌથી ઓછું જૂનાગઢ જીલ્લાનું પ૮.ર૬ ટકા પરિણામ આવ્યુ છે. રાજ્યમાં કુલ ૪૭૬ કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. અને આ વખતે પણ તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી હતી. ધો.૧૦ નું ગત વર્ષ કરતા ઓછું પરિણામ આવ્યુ હતુ. પરંતુ ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ વધુ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી જાવા મળતી હતી.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજેયમાં કુલ ૪૭૬ કેન્દ્રો પરથી લેવામાં આવી હતી. આ વર્ષે કુલ ૩૭૩૧પ૯ વિદ્યાર્થીઓએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જે પૈકી ૩૭૧૭૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને તેમાંથી ર૮૩૬ર૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧રની પરીક્ષામાં પરીક્ષાનું પરિણામ ૭૬.ર૯ ટકા જાહેર થયુ છે. જે ગયા વર્ષ ૭૩.ર૭ ટકા હતુ. રાજ્યમાં આ વર્ષે ર૬૯ શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યુ છે. જે ગયા વર્ષે રરર હતુ. આ વર્ષે ૧૦ ટકા કરતા ઓછું પરિણામ પ૬ શાળાનું આવ્યુ છે જે ગયા વર્ષેે ૭૯ હતુ વિદ્યાર્થીઓનું પરિણામ ૭૦.૯૭ ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ ૮ર.ર૦ ટકા આવ્યુ હતુ. આમ, આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય એ માટે દરેક કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલીક શાળાઓમાં ચેકીંગ પણ કરવામાં આવ્યુ હતુ.
જેમાં કુલ ૭૪૪ ગેરરીતિના કિસ્સાઓ નોધાયા છે.આજે જાહેર થયેલા ધો.૧ર સામાન્ય પ્રવાહના પરિણામમાં કુલ ૩૭૧૭૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી પરર વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ, ૧૦૯૮ર એ-ર ગ્રેડ મેળવ્યો છે જ્યારે બી-૧ ગ્રેડમાં ૪૦ર૮પ, બી-ર ગ્રેડમાં ૭૮૭૯૧, સી-૧ ગ્રેડ માં ૯પ૪ર૬ સી-ર ગ્રેડમાં પ૩૧૦૪, બી ગ્રેડમાં ૪૩૭ર, અને ઈ-૧ ગ્રેડ માં ૧૪ર વિદ્યાર્થીઓ પાસ થયા છે. માધ્યમ પ્રમાણ જાઈએ તો ગુજરાતી માધ્યમનું ૭૬.૧૧ ટકા, અંગ્રેજી માધ્યમનું ૮૧.૭ર ટકા અને હિંદી માધ્યમનું ૬૬.૭૧ ટકા પરિણામ આવ્યુ હતુ.
પર્સન્ટાઈલ રેંક પ્રમાણે જાઈએ તો ૯૯ થી વધુ પર્સન્ટાઈલ રેંંક મેળવનાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૯૧, જ્યારે વ્યવસાય લક્ષી ૩, અને બુનિયાદી પ્રવાહમાં ર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ૯૮ પર્સન્ટાઈલ કરતા વધારે ૮ર૬પ, ૯૬ થી વધુ ૧૬૧૩૦, ૯૪ થી વધુ ર૪૦૯૦, ૯ર થી વધુ ૩રર૪૦, અને ૯૦ થી વધુ પર્સન્ટાઈલ રેંક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૪૩૦ વિષય પ્રમાણે જાઈએ તો ગુજરાતી પ્રથમ ભાષાનું પરિણામ ૯૭.૮૭ ટકા, અંગ્રેજી પ્રથમ ભાષાનું ૯૬.૭૩ ટકા, ઈકોનોમિક્સ ૯પ.૭પ ટકા, સ્ટેટેસ્ટીક્સનું ૮૪.પ૯ ટકા પરિણામ આવ્યુ છે.
નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા જાઈએ તો ૪૧૧૧૩ વિદ્યાર્થીઓ એ ક વિષયમાં નપાસ થયા છે. જ્યારે ર૪૧૪૭ વિદ્યાર્થીઓ બે વિષયમાં અને ૧ર૦૬૦ વિદ્યાર્થીઓ ૩ વિષયમાં, ૬૦૦૮ વિદ્યાર્થીઓ ૪ વિષયમાં ર૬૮૦ વિદ્યાર્થીઓ પ વિષયમાં, ૧૩ર૬ ૬ વિષયમાં, ર૧૦૦ વિદ્યાર્થીઓ ૭ વિષયમાં, ૯૯ વિદ્યાર્થીઓ ૮ વિષયમાં અને ર વિદ્યાર્થીઓ ૯ વિષયમાં નાપાસ થયા છે.