ધો-૧૦માં ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ ૨૦ ટકા ઊંચું
હિન્દી માધ્યમમાં બેઠેલા વિદ્યાર્થીઓનું પરિણામ ૬૩.૯૬% આવ્યું અને તે પણ ગુજરાતી માધ્યમ કરતા સામાન્ય વધુ
અમદાવાદ, ગુજરાતી માતૃભાષા છતાં તેમાં ભણતા વિદ્યાર્થીઓ કરતા અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવ્યું છે. ધોરણ-૧૦નું આજે પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમનું પરિણામ ૨૦% જેટલું ઊંચું રહ્યું છે. ગુજરાતી અને અંગ્રેજી સિવાય રાજ્યમાં હિન્દી, મરાઠી અને ઉર્દુ માધ્યમમાં પણ પરીક્ષા યોજવામાં આવી હતી, રાજ્યનું ધોરણ ૧૦નું નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૬૫.૧૮% આવ્યું છે.
જેમાં સુરત જિલ્લાનું પરિણામ સૌથી ટોચ પર છે અને પાટણ સૌથી નીચું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. રાજ્યમાં કુલ ૯૫૮ કેન્દ્રો પરથી ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં કુલ ૭,૭૨,૭૭૧ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા.ગુજરાતી માધ્યમમાંથી ધોરણ-૧૦ની પરીક્ષા આપવા માટે કુલ ૬,૭૩,૧૬૨ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ૪,૧૯,૫૬૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેની ટકાવારી ૬૩.૧૩% થાય છે.
જ્યારે અંગ્રેજી માધ્યમમાં બીજા નંબરે સૌથી વધુ ૮૭,૧૩૬ ફોર્મ ભરાયા હતા જેમાંથી ૭૦,૯૦૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેની ટકાવારી ૮૧.૫૦% થાય છે. આ સિવાય હિન્દી માધ્યમમાં બેઠેલા વિદ્યાર્થીઓનું પરિણામ ૬૩.૯૬% આવ્યું છે અને તે પણ ગુજરાતી માધ્યમ કરતા સામાન્ય વધુ છે. આ પછી મરાઠી માધ્યમનું ૫૮.૭૮% અને ઉર્દુ માધ્મયનું ૫૦.૯૩% પરિણામ આવ્યું છે. હિન્દી માધ્યમ માટે કુલ ૧૬,૪૨૯ વિદ્યાર્થીઓએ ફોર્મ ફર્યા હતા જેમાંથી ૧૦,૪૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ થયા હતા. આ જ રીતે ઉર્દુ માધ્યમમાં ૧૧૯૬ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેમાંથી માત્ર ૬૦૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
એક તરફ માતૃભાષાનું રક્ષણ થાય અને તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા એજ્યુકેશન પોલિસી બનાવવાનો ર્નિણય કરાયો છે જાેકે વડાપ્રધાન મોદીની જન્મભૂમિ ગણાતા ગુજરાતની આ સ્થિતિ ચોંકાવનારી છે. અંગ્રેજી માધ્યમમાં પોતાના બાળકોને ભણાવવા માટે વાલીઓ વધારે ઉત્સાહિત થઈ રહ્યા છે. આ કારણે ગાંધીનગર-અમદાવાદ જેવા શહેરોમાં સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે અને તેની સામે બીલાડીના ટોપની જેમ અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખુલી રહી છે. જેની અસર પરિણામ પર પણ જાેવા મળી રહી છે.SS3KP