ધો.૧૦માં માસ પ્રમોશન નહીં પણ સરળ પરીક્ષા પધ્ધતિનો વ્યાપક સૂર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Exam.jpg)
પ્રતિકાત્મક
ચાલુ વર્ષે બોર્ડને એમસીક્યુ મોડ અથવા શાળા કક્ષાએ પરીક્ષા લેવા સૂચન
(એજન્સી) અમદાવાદ, કોરોનાના કારણે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. બીજી તરફ કેટલાક વાલીમંડળો દ્વારા ધોરણ ૧૦માં પણ માસપ્રમોશન આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે. પરંતુ ધો.૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવુ એ યોગ્ય વિકલ્પ ન હોવાનું શિક્ષણ નિષ્ણાતો અને બોર્ડના અધિકારીઓ પણ જણાવી રહ્યા છે.
હાલમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ ધો.૮ સુધી આરટીઈ એક્ટ અર્તર્ગત નાપાસ નહીં કરવાની પોલીસીમાંથી પસાર થયા છે. અને ધો.૯ માં માસ પ્રમોશન મેળવ્યુ છે. જેથી આ વિદ્યાર્થીઓનુૃ હવે ધોરણ ૧૦માં મૂલ્યાંકન થવુ જરૂરી છે.
કોરોનાના કારણે જે પ્રકારે પ્રત્યક્ષ શિક્ષણ થવુ જાેઈએ એ થયુ હોવાથી પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરી મૂલ્યાંન કરવુ જાેઈએ એવ નિષ્ણાતો જણાવી રહ્યા છે. શિક્ષણ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર માસ-પ્રમોશન એ વિકલ્પ નથી. પરીક્ષા પધ્ધતિમાં બદલાવ લાવી પણ મૂલ્યાંકન થવુ જરૂરી છે.
આજે જે બાળકો ધો.૧૦માં છે તેઓએે આરટીઈ કાયદા અંતર્ગત ધો.૧ થી ૮ અને વર્ષ ર૦ર૦માં કોરોના મહામારીના કારણે ધો.૯માં માસ પ્રમોશન મેળવી ધોરણ ૧૦માં પહોંચ્યો છે. જેથી આવા બાળકોનુૃં મૂલ્યાંકન કરવુૃ ખુબ જ જરૂરી છે. ધોરણ ૧૦માં માસ પ્રમોશન આપવામાં આવે તો આ બાળકોને લાંબાગાળે ઘણુ ગુમાવવાનુૃ આવે તેમ છે.
માટે માસ પ્રમોશન કરતા પરીક્ષા પધ્ધતિ કે કાર્ય રીતિ બદલીને પણ પરીક્ષા લેેવાવી જાેઈએ. મહામારીના કારણે ચાલુ વર્ષે બોર્ડ દ્વારા એમસીક્યુ બેઝ પરીક્ષા અથવા શાળા કક્ષાએ પરીક્ષા લેવાય એવી પણ એક ચર્ચા બોર્ડ દ્વારા ચાલી રહી છે.