Western Times News

Gujarati News

ધો.૧૦ ના માસ પ્રમોશનની જાહેરાત બાદની સમસ્યા અંગે ભરૂચ NSUI નું આવેદન

વર્ગો વધારવા,શિક્ષકોની ભરતી,લાયકાત અંગે નીતિ વિષયક જાહેરાતની માંગ કરી.                      

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને ” માસ પ્રમોશન ” ના ઉતાવળા નિર્ણય પાછળ રહેલ ખામીઓ અને તમામ વિદ્યાર્થીઓને સમતોલે જોવાની માંગ સાથે ભરૂચ જીલ્લા NSUI એ જીલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સમગ્ર ભરૂચ જીલ્લામાં ધોરણ ૧૦ માં ૨૧,૩૦૭ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળેલ છે.જેની સામે જીલ્લા શિક્ષણ વિભાગની માહિતી અનુસાર સરકારી શાળાના ધોરણ ૧૧ ના કુલ ૧૩૯ વર્ગ છે.આનો સીધો ભાવાર્થ એ છે કે આ તમામ વર્ગો થઈ માત્ર ૮૦૦૦ વિદ્યાર્થીઓ નો સમાવેશ થઈ શકે એવી શાળાઓ ની વ્યવસ્થા છે.

સરકારે નવા વર્ગો ની નોંધણી માટે જાહેરાત તો કરી,પરંતુ આ વર્ગો કોના વધારશે સરકારી શાળા ના અથવા ખાનગી શાળાઓના, સરકાર તે પ સ્પષ્ટ કરે,જો સરકારી શાળાઓને પ્રાધાન્ય હોઈ તો વર્ગો વધારવા સરકારી શાળાઓ પાસે માળખાકીય વ્યવસ્થા ઉભી કરવા આયોજનબદ્ધ જાહેરાત કરવામાં આવે અને જો ખાનગી શાળાઓના વર્ગો વધવાના હોઈ તો સરકાર ખાનગી શાળાઓને બેફામ લૂંટ મચાવવા લાઈસન્સ આપશે.

બીજી બાજુ આજે જીલ્લાની એક પણ સરકારી શાળા અને ખાનગી શાળામાં પણ તાત્કાલિક ૨૧,૩૦૭ વિદ્યાર્થીઓ ને ભણાવી શકે એટલા શિક્ષકો નથી એવામાં ગત ૨૦૧૯ માં મંજુર થયેલ ૪૯૨ શિક્ષક સામે ૯૦ શિક્ષકોની જગ્યા ફાજલ પડેલ હતી.જેમાં પ્રવાસી શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.ધોરણ ૧૦ માં માસ પ્રમોશનના કારણે આ વર્ષે ૮ ગણા વધુ વિદ્યાર્થીઓ ધોરણ ૧૧ માં પ્રવેશ મેળવવાના હોઈ શિક્ષણની ગુણવત્તાના રક્ષણ માટે યોગ્ય સંખ્યાના પ્રવાસી શિક્ષકોને હાલ હંગામી ધોરણે નીતિ વિષયક અને આયોજનબદ્ધ જાહેરાત કરી નિમણુંક પ્રક્રિયાને પૂર્ણ કરે અને તે માટે યોગ્ય ગ્રાન્ટની ફાળવણી તાત્કાલિક કરે તે જરૂરી છે.

સરકારે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ ને વિના કોઈ આયોજન એ માસ પ્રમોટ તો કરી દીધા પરંતુ ઉતીર્ણ થયા બાદ ની પ્રક્રિયા વિષે કોઈ નીતિ જાહેર કરવામાં નથી તેથી વિદ્યાર્થી,તેમના વાલીઓ અને શાળા સંચાલકો  અસંજમસ માં જોવા મળી રહયા છે.પ્રમોટ થનાર વિદ્યાર્થીએ પોતાની લાક્ષણિકતા કઈ રીતના સાબિત કરવી એની કોઈ નીતિ અથવા વ્યવસ્થા જાહેર કરવામાં આવી નથી.જે જાહેર કરવામાં આવે.વળી આ વર્ષે ધોરણ ૧૦ ના કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા.

રાજયના જવાબદાર શિક્ષણ મંત્રી એવી જાહેરાત કરે છે કે ૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફી પરત કરાશે.તો જવાબદાર શિક્ષણ મંત્રી એવી સ્પષ્ટતા કરે કે ૮ લાખ વિદ્યાર્થીઓ માંથી ૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓનું ચયન તેઓ એ કઈ રીતના કર્યું ? આ ૩ લાખ ૫૦ વિદ્યાર્થીઓ ક્યાં છે? તેઓ આ આંકડાની વિગતો સ્પષ્ટ જાહેર કરે જેવી વિવિધ માંગણી NSUI દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.