ધો.૧૨ની વિદ્યાર્થિનીએ ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
રાજકોટ, રાજકોટના દૂધ સાગર રોડ પર અમરનગરમાં ધો.૧૨ની વિદ્યાર્થિની તેજલ સોલંકીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના દૂધસાગર રોડ આકાશદીપ સોસાયટી પાછળ અમરનગર-૧માં રહેતી તેજલ કિશોરભાઈ સોલંકી (ઉં.વ.૧૮)એ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો ઉઠાડવા જતા દીકરીને લટકતી જાેઇ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બાદ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઈએમટી જૈમીનસિંહએ તપાસ કરતા યુવતીનું મૃત્યુ નીપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસને જાણ થતા થોરાળા પોલીસ મથકના પીએસઆઈ જે.ડી. વસાવા તથા પૃથ્વીસિંહએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક તેજલના પિતા શાકભાજીની લારી ચલાવે છે. તે બે ભાઈ એક બહેનમાં મોટી હતી. તે સરકારી શાળામાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી. તેણે ક્યાં કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
૩ દિવસ પહેલા રાજકોટ મોરબી રોડ પર હડમતિયા ગામમાં ૧૨મા ધોરણમાં ભણતા કૌશલ નામના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. પિતાએ ‘ઓનલાઇન ક્લાસ પૂરા થયા હોય તો વાડીએ આવ’ તેવું ફોન કરી કહેતા કૌશલે નાહવા બેઠો છું, પછી આવું’ તેમ કહ્યું હતું. કૌશલ વાડીએ ન આવતા તેના પિતાએ ફોન કરતા તેણે ફોન ઉઠાવ્?યો ન હતો. હતું. પરંતુ ત્યારબાદ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાય ગયો હતો.HS