ધો. ૧૨માં મેથ્સ- ફિઝિક્સના વિષય ભણવા ફરજિયાત નથી
ચેન્નાઈ: દેશમાં એન્જિનિયરિંગ કોલેજાેમાં અપાતા શિક્ષણ પર આમેય સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા એક વિવાદાસ્પદ ર્નિણય લેવાયો છે, જે અનુસાર ૨૦૨૧-૨૨થી બીઈ અને બીટેકના કોર્સમાં એડમિશન મેળવવા માટે ધોરણ ૧૨માં મેથ્સ અને ફિઝિક્સના વિષય ભણવા ફરજિયાત નથી.
હાલના નિયમો અનુસાર, એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા માટે ધોરણ બારમાં મેથ્સ અને ફિઝિક્સ ભણવા ફરજિયાત છે. જાેકે, તેમાં ફેરફાર કરાતા એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સની ક્વોલિટી પર તેની અસર થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. એઆઈસીટીઈએ ૨૦૨૧-૨૨ની અપ્રુવલ પ્રોસેસ હેન્ડબુક રિલીઝ કરી છે, જેમાં બીઈ/બીટેકમાં એડમિશનના ધારાધોરણોમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે.
નવા નિયમ અનુસાર, બારમા ધોરણમાં જાે સ્ટૂડન્ટે ફિઝિક્સ/ મેથ્સ/ કેમેસ્ટ્રી/ કમ્પ્યુટર સાયન્સ/ ઈલેક્ટ્રોનિક્સ/ આઈટી/ બાયોલોજી/ ઈન્ફોમેટિક્સ પ્રેક્ટિસ/ બાયોટેક્નોલોજી/ ટેકનિકલ વોકેશનલ સબજેક્ટ/ એગ્રિકલ્ચર/ એન્જિનિયરિંગ ગ્રાફિક્સ/ બિઝનેસ સ્ટડીઝ/ એન્ટરપ્રેન્યોરશિપમાંથી કોઈપણ ત્રણ સબજેક્ટ ભણ્યા હશે તો તે એન્જિનિયરિંગમાં એડમિશન મેળવી શકશે.
આ ઉપરાંત, એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે ઓપન કેટેગરીના સ્ટૂડન્ટ્સે ઉપરોક્ત વિષયોમાં ઓછામાં ઓછા ૪૫ ટકા અને અનામત કેટેગરીમાં ૪૦ ટકા લાવવાના રહેશે. એઆઈસીટીઈના જણાવ્યા અનુસાર, અલગ બેકગ્રાઉન્ડમાંથી આવતા એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સને યુનિવર્સિટીઝ મેથ્સ, ફિઝિક્સ, એન્જિનિયરિંગ ડ્રોઈંગની સમજ આપવા બ્રિજ કોર્સ શરુ કરશે. જાેકે, આ ર્નિણયની શિક્ષણવિદો આકરી ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે મેથ્સ એન્જિનિયરિંગ ડિગ્રીનો પાયો છે.
બ્રિજ કોર્સ સામાન્ય રીતે જે લોકો મેથ્સમાં નબળા હોય તેમના માટે હોય છે, પરંતુ તે સેકન્ડરી લેવલના મેથ્સને રિપ્લેસ ના કરી શકે. જાેકે, એઆઈસીટીઈના ચેરમેન અનીલ ડી. સહસ્ત્રબુદ્ધેએ જણાવ્યું હતું કે, અલગ-અલગ સ્ટ્રીમના લોકો પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકે તે માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. એઆઈસીટીઈના આ ર્નિણય પર પ્રતિક્રિયા આપતા અન્ના યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સના પ્રોફેસર ડી. અરિવુદૈનામ્બીએ કહ્યુંં હતું કે ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ જેવા વિષયો ગણિત પર આધારિત છે.