Western Times News

Gujarati News

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ ૨૮મીથી વિદ્યાર્થીઓને વિતરણ કરાશે

ગાંધીનગર, ૧૭ મેના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરાયું હતું. જે બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ વિતરણ માટે તારીખ જાહેર કરવામાં આવી છે. ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું ૨૮મીએ વિતરણ કરવામાં આવશે. અને તાલુકા અને શહેર પ્રમાણે નક્કી કરેલાં કેન્દ્રો પરથી ૨૭મીએ શાળાઓએ માર્કશીટ મેળવવી પડશે. માર્કશીટ પરિણામ જાહેર થયાના ૧૧ દિવસ બાદ વિદ્યાર્થીઓને મળશે.

રાજ્યમાં ૨૮ મેના રોજ માર્કશીટ વિતરણ માટે શિક્ષણ વિભાગ દ્રારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સામાન્ય રીતે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પરિણામની માર્કશીટ જે-તે જિલ્લા કક્ષાએથી સીધી જ દરેક શાળાને ફાળવાતી હતી. પરંતુ આ વર્ષે કોરોનાને લઇ જિલ્લા કક્ષાએ એક જ સ્થળે શાળાઓના પ્રતિનિધિઓ એકઠા ન થાય એટલે તા.૨૭મીએ ૧૦ સેન્ટર ફાળવી દેવાશે. જે-તે તાલુકા સેન્ટરથી ૨૮મીએ સવારે ૧૦ વાÅયાથી શાળાઓના પ્રતિનિધિઓ માર્કશીટ અને સાહિત્ય મેળવી લઇ તેમની શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરશે.

પરિણામથી સંતોષ ન હોય તો છાત્રો ચકાસણી, અવલોકન કે ઓએમઆરની નકલ મેળવવા માટે ૮ જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ વર્ષે કુલ ૧૩૯ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. ૧૭ મેના રવિવારે આવેલા પરિણામમાં વિદ્યાર્થીઓનું ૭૧.૬૯% અને વિદ્યાર્થિનીઓનું ૭૦.૮૫% પરિણામ જાહેર થયું હતું. ગુજરાતમાં સૌથી વધારે ટકાવારીની રીતે સૌથી વધારે પરીણામ ધરાવતો જિલ્લો રાજકોટ છે. જેનું પરિણામાં ૮૪.૬૯% ટકા આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.