Western Times News

Gujarati News

ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની હોલટીકીટ બોર્ડની વેબસાઈટ પર અપલોડ

ગાંધીનગર: આગામી ૧૫મી જુલાઈથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. શનિવારે જ ય્‌ેંમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ભલે રિપીટરની પરીક્ષાનો વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ પરીક્ષા તો યોજાશે જ, પરીક્ષા રદ થાય તેવા વહેમમાં રહેવું નહી. ત્યારે આજથી ધો.૧૨ના વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની હોલટીકીટ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓએ હોલટીકીટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાની અરજી મુજબ વિષયો/માધ્યમોની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડવા સાથે સહી કરવાની રહેશે. હોલટીકીટમાં પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીને આપવાની રહેશે. વિદ્યાર્થીઓને સમય પર હોલટીકીટ ડાઉનલોડ કરીને કોઈ ફેરફાર હોય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીનો સંપર્ક કરવા માટે કહેવાયું છે.

કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીના કારણે ઘણા સમય શાળા-કોલેજાે બંધ હતા. ધોરણ ૧૦-૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે ધોરણ ૧૦ -૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નથી. તેમની પરીક્ષા ૧૫ જુલાઈએ યોજાવાની છે.

શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, રિપીટર વિધાર્થીઓ પરીક્ષા રદ થવાના વહેમમાં ન રહે પરીક્ષા લેવાશે. ત્યારે  આ નિવેદન બાદ ઝ્રસ્ને આ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવા માટે રજુઆત કરી છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, હજી પણ કોરોના ગયો નથી સાથે તેઓ આ સ્વાસ્થ્યને આ પરિસ્થિતિમાં જાેખમમાં ના મુકાય એટલે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પરીક્ષા રદ થવી જાેઈએ. જાે પરીક્ષા રદ નહીં થાય તો  આક્રમક રીતે આંદોલન કરશે. જેથી ઝડપથી વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવાય તેવી માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.