Western Times News

Gujarati News

ધો. 10 અને 12ની પરીક્ષાનું મૂલ્યાંકનનું કામ પણ તા. ૧૬ એપ્રિલથી શરૂ કરી દેવામાં આવશે

પ્રતિકાત્મક

ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ સોમવારે ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી અને તેમાં પ્રવર્તમાન કોરોનાની Âસ્થતિ અગે સમીક્ષા કરી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. દેશનુ ભાવિ ગણાતા વિદ્યાર્થીઓના હિતમાં આજની બેઠકમાં લેવાયેલાનિર્ણય મુજબ આગામી શૈક્ષણિક સત્રમાં એક પણ શાળા ફીમાં વધારો કરી શકશે નહીં. અને વાલીઓ પણ દર મહિનાની ફી ભરી શકશે આ ઉપરાંત પ્રથમ ત્રણ મહિનાની ફી પણ હપ્તે હપ્તે ભરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત કોલેજાે અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૧પ એપ્રિલથી તા. ૧૬મી મે સુધી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ કોલેજા ખુલશે ત્યારે યુજીસીની ગાઈડલાઈન મુજબ પરીક્ષાઓ લેવામા આવશે. સાથે સાથે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10 અને 12ની પરીક્ષાનું મૂલ્યાંકનનું કામ પણ તા. ૧૬ એપ્રિલથી શરૂ કરી દેવામાં આવશે અને આ કામગીરીમાં જાડાનાર દરેક શિક્ષકોની સલામતી માટે ખાસ પગલાં ભરવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં સર્જાયેલી કોરોનાની Âસ્થતિના પગલે તબક્કાવાર સંબંધિત વિભાગના અધિકારીઓ અને મંત્રીઓ સાથે સતત બેઠકો યોજી રહ્યાં છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. આ સૂચનનોને આજની બેઠકમાં ચર્ચા પર લેવામાં આવ્યા હતા. રાજ્યમાં હાલ તમામ શાળાકોલેજા બંધ છે અને માસ પ્રોમશન પણ આપવામાં આવેલું છે. શાળાના વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો છે.

જ્યારે કોલેજાના વિદ્યાર્થીઓને યુજીસીની ગાઈડલાઈન મુજબ છુટછાટ આપવામાં આવશે. સૌ પ્રથમ ગુજરાતની શાળાઓ અંગ ચર્ચાવિચારણા કરવામા આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું હિત કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આજે શિક્ષણ વિભાગને લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતા. વર્તમાન લોકડાઉનની Âસ્થતિને ધ્યાનમાં રાખી આગામી શૈક્ષણિક સત્રમાં એક પણ શાળા ફીમાં વધારો કરી શકશે નહીં. આ ઉપરાંત વાલીઓને ત્રિમાસીક ફીના હપ્તા ભરવામાંથી પણ મુÂક્ત આપવામાં આવી હતી. વાલીઓ ઈચ્છે તો દર મહિને ફી ભરી શકશે. આ ઉપરાંત પ્રથમ ત્રણ મહિનાની ફી હપ્તે હપ્તે ભરવામાં પણ વાલીઓને છૂટ આપવામાં આવી છે. એક પણ શાળા ફીના મુદ્દે દબાણ કરી શકશે નહીં

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ લેવાયેલી ધો. ૧૦ અને ૧રની પરીક્ષાના પેપરો મૂલ્યાંકન કેન્દ્રો ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે. પરંતુ મૂલ્યાંકનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં કોરોનાનો વાઈરસ ફેલાતા મૂલ્યાંકનની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. અને હાલ પણ આ કામીરી બંધ છે. આ મુદ્દે પણ આજની બેઠકમાં સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો હતો કે તા. ૧૬મી એપ્રિલથી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને આ કામગીરી કરનાર દરેક શિક્ષકોની સલામતી માટે તમામ પગલા ભરવામા આવશે. શિક્ષકોને કેન્દ્રો સુધી લઈ જવા સુધીની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ માટે પણ આજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તમામ કોલેજામાં તા. ૧પમી એપ્રિલ થી ૧૬મી મે સુધી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને તા. ૧૮મી મે ના રોજ કોલેજા ખુલશે ત્યારે દેશભરમાં લાગુ કરાયેલી યુજીસીની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્યવાહી શરૂ કરવામા આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.