ધો.12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર

ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ શનિવારના રોજ સવારે 08:00 કલાકે જાહેર થયું હતું.
ધોરણ-૧૦નું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ 6ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ થશે. ધો.12 સામાન્ય પ્રવાહના 86.91 ટકા પરિણામ જાહેર થયું હતું, જે વર્ષ 2010માં 85.91 ટકા પરિણામ આવ્યું હતું માર્ચ 2017માં સૌથી ઓછું 54.62 ટકા પરિણામ નોંધાયું હતું. સૌથી વધુ ડાંગ જિલ્લાનું 95.41 અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ જાહેર થયું છે.
અમદાવાદ શહેરનું 79.87 અને ગ્રામ્યમાંનું 81.92% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 106 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ગ્રામ્યમાં 101 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટના માધ્યમથી ધો.12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષામાં ઉતિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ આપના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી હતી.
શનિવાર 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂને ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે, દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ gseb.org પર પણ પરિણામ જાહેર થયું છે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ પરીક્ષાર્થી નોંધાયા છે.આમ 14 લાખ 22 હજાર નું ભવિષ્ય ટૂંક સમયમા નક્કી થવા જઈ રહ્યું છે.
1064 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું –આ વખતે સુબીર,છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ લાવનારું કેન્દ્ર ડભોઈ છે, જેમાં માત્ર 56.43 ટકા જ પરિણામ આવ્યું છે. જ્યારે એક જ સ્કૂલમાં 10 ટકા કરતાં ઓછું પરિણામ આવ્યું છે. 1064 સ્કૂલમાં 100 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.