ધ્યાન રાખજો સુંદર દેખાવાના ચક્કરમાં ક્યાંય ફસાઈ ના જાવ
મુંબઈ, બોલીવુડના યંગ એક્ટર અને બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ વિવાદોમાં ફસાયેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ ફિલ્મી દુનિયાથી થોડુ અંતર જાળવી રાખ્યું છે.
પરંતુ રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પોતાના ફોટા અને વીડિયો અવારનવાર પોસ્ટ કરીને ફેન્સ સાથે સંપર્કમાં રહેતી અભિનેત્રીએ યુવતીઓને ખાસ સલાહ આપી છે. રિયા ચક્રવર્તીની આ સલાહ હાલના સેલ્ફી ટ્રેન્ડને લઇને છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા યુવતીઓને બ્યૂટી જાળમાં ના ફસવાની સલાહ આપી છે.
રિયાએ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે. જેમાં એણે ગર્લ ફેન્સને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાલતી બ્યૂટી ટ્રેપથી સાવચેત રહેવાની સલાહ આપી છે. રિયાએ એની પોસ્ટમાં લખ્યું છે-તમામ છોકરીઓને એક યાદ અપાવી રહી છું કે તમે જેવા છો, ખૂબ જ સુંદર છો. ઇન્સ્ટા બ્યૂટી અને ફિલ્ટર્સના ચક્કરમાં પડશો નહીં.
હું જાણું છું તમે પોતાના વિશે શું વિચારો છો? પરંતુ તમારે પોતાના વિશે સારો અનુભવ કરવો જાેઇએ. રિયા ચક્રવર્તીએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા બ્યૂટી ટ્રેપ વિશે છોકરીઓને સાવધાન રહેવાની સલાહ આપી છે. રિયા ચક્રવર્તી બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ખુલેલા ડ્રગ કેસમાં મુખ્ય આરોપી તરીકે જેલની સજા કાપી ચૂકી છે.
એક્ટરના મોત બાદ તપાસમાં બોલીવુડમાં વિસ્તરેલા ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો હતો. જેમાં અનેક હસ્તીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં રિયા ચક્રવર્તી અને એનો ભાઇ મોટી મુસીબતમાં ફસાયા હતા. આ કેસ પછી રિયા ચક્રવર્તીએ ફિલ્મોથી અંતર જાળવી રાખ્યું છે. રિયાની છેલ્લી ફિલ્મ ચેહરે હતી.
જેમાં એ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સાથે જાેવા મળી હતી. આ સિવાય રિયા ચક્રવર્તી મેરે ડેડકી મારુતિ, જલેબી અને હાફ ગર્લફ્રેન્ડ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ પોસ્ટ પહેલા રિયાએ નવા વર્ષના સેલિબ્રેશન દરમિયાન પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેના કેપ્શનમાં એણે લખ્યું હતું- તમે મને હસતાં અને ખુશ રહેતા જુઓ છો, અહીં સુધી પહોંચવુ એટલુ સરળ નથી રહ્યું.SSS