ધ્રાંંગધ્રા હાઇવે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માત , એકનું મોત , પાંચ ઘાયલ
સુરેન્દ્રનગર: કચ્છ અમદાવાદ હાઉવે પર ધ્રાંગધ્રાના દુદાપુર ગામ પાસે ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયુ હતુ અને પાંચ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. પોલિસે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આજે અકસ્માત ઝોન તરીકે પ્રચલિત કચ્છ અમદાવાદ હાઉવે પર ધ્રાંગધ્રાના દુદાપુર ગામ પાસે માંતેલા સાંઢની માફક પુર ઝડપે આવતી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.
આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક વ્યકિતનું મોત થયુ હતુ અને પાંચ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકો અને મુસાફરોની મદદથી લોહિલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા. આ અકસ્માતના ઘટનાની જાણ થતા પોલિસે ઘટના સ્થળે દોડી જઇ લાશને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.