ધ્રાંગધ્રા બજારમાં અસામાજિક તત્વોની વેપારી સાથે ગુંડાગીરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/ASAMAJIK-TATTVO.jpg)
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. તેવા સંજાેગો વચ્ચે જિલ્લાભરમાં ચોરી લૂંટફાટ મારામારી અને હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો આવ્યો છે.આથી પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ જાેવા મળી રહ્યું છે. પોલીસ માત્ર નામની જ રહી હોય તેવું લોકોને લાગી રહ્યું છે.
તેવામાં ધ્રાંગધ્રાની બજારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી આડેધડ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ જિલ્લામાં જાણે પોલીસનું અસ્તિત્વ જ ન હોય અને આવા લુખ્ખા તત્વોને પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ દુકાનમાં ઘૂસી વેપારીને ધમકી આપી હતી.
જે અંગેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી વેપારી પાસેથી ખંડણી પણ માંગી હોવાનું CCTV ફૂટેજમાં દ્રશ્યમાન થઇ રહ્યું છે. લુખ્ખાઓએ ધંધો કરવો હોય તો ખંડણી આપવી પડશે તેવી વેપારીને ધમકી આપી ખુલ્લેઆમ રૂપિયાની માંગણી કરી હતી.
આથી સુરેન્દ્રનગર પંથકમાં ખાખીનો રોફ અને ખોફ ફિકકો પડયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ મામલે અન્ય વેપારીઓને જાણ થતાં વેપારીઓમાં આક્રોશનો જ્વાળા ભભૂકી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં વેપારીઓએ એકઠા થઈ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી અને આરોપીઓ સામે કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠાવી હતી.SS3KP