ધ્વનિત અને મોનલની કેમિસ્ટ્રી ગુજરાતી ફિલ્મ “પેટીપેક”માં જોવા મળશે

પેરેનીયલ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ “પેટીપેક” 22મી એપ્રિલે થશે રીલીઝ થશે..
પેરેનીયલ પ્રોડક્શન દ્વારા આજના પરણિત-અપરણિત યુવાનો ના પ્રશ્નો પર બનેલી ગુજરાતી ફિલ્મ “પેટીપેક” 22મી એપ્રિલે ગુજરાત તેમજ મુંબઈ ના સિનેમાઘરોમાં થશે રીલીઝ થશે.
પેટીપેક એટલે શું? પેટીપેક વસ્તુમાં જ હોય કે સંબંધો માં પણ પેટીપેક હોય? શું સંબંધોમાં પણ પેટીપેક જેવું કશુંક હોય છે !? શું પ્રેમ જીવનમાં એક જ વાર થઈ શકે !?
બીજીવારનો પ્રેમ થાય તો સેકન્ડ હેન્ડ ગણી શકાય !? વ્યક્તિની સંવેદનાઓનું મૂલ્ય કેટલું !? “પેટીપેક” પ્રેમ સબંધની ગેરેન્ટી ખરી !? સમાજની માનસિકતા મુજબ સેકન્ડ હેન્ડ પ્રેમ એટલે ગેરન્ટી વગરનો પ્રેમ માની શકાય !?
પેટીપેક શું છે તે જાણવા માટે તો આપણે ૨૨મી તારીખે સિનેમાઘરોમાં જ જવું પડશે. ફિલ્મમાં જાણીતા કલાકરો ધ્વનિત ઠાકર, મોનલ ગજ્જર, મનોજભાઈ જોશી, સ્મિતા જયકર, કુમકુમ દાસ તેમજ હેમાંગ દવે જોવા મળશે. આ ફિલ્મના પ્રોડ્યુસર તેમજ લેખક નૈનેશ શાહ છે જે વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે તેમજ ગવર્મેન્ટના કોન્ટ્રકટર છે, ડાયરેક્ટર કિરણ દેવમણી, મ્યુઝીક અહશાન અહમેદ, સિંગર રૂપકુમાર રાઠોડ તેમજ જીગરદાન ગઢવી, ડી.ઓ.પી નરેન ગેડિયા છે.
ફિલ્મ નું પી.આર અને માર્કેટિંગ ચિંતન મહેતા સંભાળી રહ્યા છે તેમજ ફિલ્મનું ડીજીટલ માર્કેટિંગ બ્લો હોર્ન મીડિયા કરી રહ્યું છે.મુવી વંદન શાહ(રૂપમ એન્ટરટેઇનમેન્ટ) દ્વારા રીલીઝ કરવામાં આવી રહ્યું છે.
ફિલ્મ માં ખુબ જ જાણીતા કલાકાર ધ્વનિત ઠાકર અને મોનલ ગજ્જરની કેમિસ્ટ્રી આજના યુવાનોનું મન મોહી લેશે. તેમજ ગુજરાતી ફિલ્મ જગતના ખુબજ અનુભવી કલાકરો મનોજ જોશી, સ્મિતા જયકર અને કુમકુમ દાસ આજ ના માં-બાપ ની દીકરા/દીકરી પ્રત્યેની ચિંતા ને વર્ણવે છે.
ફિલ્મ ના પ્રોડ્યુસર નૈનેશ શાહ નું કેહવું છે કે આ સ્ત્રીઓ એ સાધન નથી, સબંધો માં જેટલું મહત્વ પુરુષો નું છે એટલું જ સ્ત્રીઓ નું પણ છે. દર્શકો એ ૨૨મી એપ્રિલે રીલીઝ થનારી અમારી ફિલ્મ “પેટીપેક” ચોક્કસ થી જોવી જોઈએ.