Western Times News

Gujarati News

ધ અંડરટેકરનો રોલ બ્રાયન લી નામના રેસલરે કર્યો હતો

મુંબઈ: બોલિવૂડના ખિલાડી તરીકે જાણીતા એક્ટર અક્ષય કુમારે પોતાના કરિયરની શરૂઆતમાં મોટાભાગની એક્શન ફિલ્મો કરી છે. જેમાં વર્ષ ૧૯૯૬માં રિલીઝ થયેલી ફિલ્મ ખિલાડીયો કા ખિલાડી પણ એક્શનથી ભરપૂર હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રવિના ટંડન, રેખા લીડ રોલમાં હતા. તારીખ ૧૪ જૂન, ૧૯૯૬ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ખિલાડીયો કા ખિલાડી’ના ૨૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે. ખિલાડીયો કા ખિલાડી ફિલ્મ ખૂબ ચર્ચામાં આવી હતી કારણકે તેમાં અક્ષય કુમારની ફાઈટ ધ અંડરટેકર સાથે જાેવા મળી હતી.

ઉઉઈથી જાણીતા થયેલા ધ અંડરટેકરની અક્ષય કુમાર સાથેની ફાઈટ જાેઈને દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે હવે ‘ખિલાડીયો કા ખિલાડી’ના ૨૫ વર્ષ પૂરા થતાં અક્ષય કુમારે રસપ્રદ ટિ્‌વટ કરી છે. ખિલાડીયો કા ખિલાડીમાં અક્ષય કુમાર એક ફાઈટમાં ધ અંડરટેકરને હરાવે છે. પરંતુ, ઘણાં ઓછા લોકો એ વાત જાણે છે કે આ ફિલ્મમાં ધ અંડરટેકરનું પાત્ર બ્રાયન લીએ ભજવ્યું હતું. ‘ખિલાડીયો કા ખિલાડીમાં આપણે જેને ધ અંડરટેકર સમજતા હતા તે રોલ બ્રાયન લીએ કર્યો હતો. ફિલ્મમાં ધ અંડરટેકર રિયલ નહોતો.

અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે લખ્યું કે ‘ખિલાડીયો કા ખિલાડી’ ફિલ્મના ૨૫ વર્ષ પૂરા થશે. ત્યારે હું તમને એક રસપ્રદ વાત જણાવવા માગુ છું. સત્ય એ છે કે ખિલાડીયો કા ખિલાડી’માં ધ અંડરટેકરનો રોલ બ્રાયન લી નામના રેસલરે કર્યો હતો. ખિલાડીયો કા ખિલાડી’ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ રહી હતી. તેનું શૂટિંગ કેનેડા અને રશિયામાં કરાયું હતું. આ ફિલ્મ માટે અકબર બક્ષીને બેસ્ટ એક્શનનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યારે રેખાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.