ધ કપિલ શર્મા શો ટૂંક સમયમાં ટીવી ઉપર જાેવા મળશે

કપિલના ફેન્સે વધારે રાહ નહીં જાેવી પડે, મહેમાનો પાસે એક કરોડ માગતી સપનાએ વીડિયો શેર કરીને હિન્ટ આપી
મુંબઈ: શનિવાર અને રવિવાર હોય એટલે મોટા ભાગના લોકો પરિવાર સાથે બેસીને ધ કપિલ શર્મા શૉ જાેવા બેસી જતા હોય છે. વર્ષોથી લોકોને હાસ્યનો ડોઝ આપી રહેલો કપિલ શર્મા ટુંક સમયમાં પોતાના શૉ સાથે ટીવી પર કમબેક કરશે. આ વાતની જાણકારી શૉમાં સપના બ્યુટી પાર્લર વાળીનો રોલ પ્લે કરી રહેલા કૃષ્ણા અભિષેકે આપી છે. કૃષ્ણા અભિષેકે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ વાતનો ઈશારો કર્યો છે.
તેની પોસ્ટ પરથી લાહી રહ્યું છે કે કપિલના ફેન્સે હવે લાંબો સમય રાહ નહીં જાેવી પડે. તેણે પોતાના પહેલા એપિસોડનો એક નાનકડો વીડિયો શેર કર્યો હતો, જેમાં રણવીર સિંહ, સારા અલી ખાન અને રોહિત શેટ્ટી દેખાઈ રહ્યા છે. આ સાથે જ કૃષ્ણાએ લખ્યું કે, અમારો પહેલો એપિસોડ. તે સમયે હું ઘણો એક્સાઈટેડ હતો અને નર્વસ પણ હતો.
પહેલી વાર મેં એક કરોડ રુપિયા માંગ્યા હતા. હું શૂટ શરુ થાય તેની રાહ જાેઈ રહ્યો છું. અમે જલ્દી પાછા આવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એવી ખબર ચાલી રહી હતી કે ધ કપિલ શર્મા શૉ જુલાઈથી શરુ થશે. શક્ય છે કે તે ૨૧મી જુલાઈથી ઓન-એર થશે. આ વખતે તેમાં નવું ફોર્મેટ જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે ધ કપિલ શર્મા શૉ ફેબ્રુઆરી, ૨૦૨૧માં બંધ થઈ ગયો હતો.
તે સમયે કપિલની પત્ની ગિન્ની ચતરથે દીકરાને જન્મ આપ્યો હતો. તે સમયે પરિવાર સાથે સમય પસાર કરવા માટે કપિલ શર્માએ શૉમાંથી બ્રેક લીધો હતો. ફિલ્મોના શૂટિંગ પણ બંધ છે અને કોઈ સેલિબ્રિટી પણ પ્રમોશન માટે નથી આવી રહ્યા, માટે મેકર્સે પણ થોડા સમય માટે ધ કપિલ શર્મા શૉ બંધ રાખવાનો ર્નિણય લીધો હતો.