Western Times News

Gujarati News

ધ કપિલ શર્મા શો ફેમ સુમોના ચક્રવર્તી બેરોજગાર

મુંબઈ:  એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીને લોકો ધ કપિલ શર્મા શોમાં ભૂરી અને મંજૂ જેવા પાત્ર ભજવવા માટે ઓળખે છે. આ પાત્રએ સુમોનાને ઘણી ઓળખ અપાવી છે. જાે કે, સુમોના છેલ્લા થોડા સમયથી ટેલિવિઝન પડદેથી ગાયબ છે. હવે સુમોનાએ જણાવ્યું છે કે, તે એક બીમારીથી ઝઝૂમી રહી છે અને છેલ્લા ઘણા સમયથી બેરોજગાર છે. સુમોનાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વર્કઆઉટ બાદની પોતાની તસવીર શેર કરી છે.

આ પોસ્ટમાં તેણે લખ્યું, “વર્ષો બાદ ઘરે યોગ્ય વર્કઆઉટ કર્યું. ક્યારેક હું અપરાધભાવ અનુભવું છું કારણકે કંટાળો આવવો તે પણ એક લાભ છે. હું બેરોજગાર છું છતાં મારું અને મારા પરિવારનું ભરણપોષણ કરી શકું છું. આ લાભ છે. ક્યારેક હું અપરાધભાવ અનુભવું છે. ખાસ કરીને પીએમસીના કારણે ઉદાસીનતા અનુભવું ત્યારે. વારંવાર બદલાતા મૂડ ભાવનાત્મક દ્રષ્ટિએ તોફાન લાવે છે. અગાઉ મેં ક્યારેય શેર નથી કર્યું તે આજે જણાવી રહી છું.

હું ૨૦૧૧થી એન્ડોમેટ્રિયોસિસથી પીડાઈ રહી છું. વર્ષોથી આના ચોથા સ્ટેજમાં છું. ખાવાની સુટેવ, કસરત અને સૌથી મહત્વનું તણાવમુક્ત રહેવું- આ મારા સારા સ્વાસ્થ્યની ચાવી છે. લોકડાઉન ભાવનાત્મક દ્રષ્ટિએ મારા માટે મુશ્કેલ રહ્યું. આજે મેં વર્કઆઉટ કર્યું. સારું લાગ્યું. મને લાગ્યું કે જે લોકો વાંચતા હોય તેમની સાથે મારી લાગણીઓ વહેંચી જાેઈએ અને કહેવું જાેઈએ કે, દરેક ચળકતી વસ્તુ સોનું નથી હોતી. આપણે દરેક જણ પોતપોતાની જિંદગીમાં એક કે બીજી વસ્તુ માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. આપણે નુકસાન, પીડા, દુઃખ, તણાવ અને નફરતથી ઘેરાયેલા છીએ. પરંતુ તમારે સૌથી વધુ જરૂર પ્રેમની, દયા અને ઉદારતાની છે. આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવા માટે તે જરૂરી છે, તેમ સુમોનાએ લખ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.