ધ બિગ બુલ ફિલ્મમાં અભિષેકની સાથે ઈલિયાના
મુંબઈ: સ્ટોક માર્કેટની દુનિયનો સૌથી મોટો ગોટાળો હતો ‘હર્ષદ મહેતા કાંડ. તેના પર એક વેબ સીરીઝ તો આવી ગઇ છે. પરંતુ હવે આ વિષય પર ફિલ્મ પણ બની ચૂકી છે. ધ બિગ બુલનું ટ્રેલર શુક્રવારે રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમનો અંદાજ લોકોને ખૂબ ગમી રહ્યો છે. તો બીજી તરફ ઇલિયાના ડિક્રૂઝ પણ લાંબા સમય બાદ પડદા પર જાેવા મળી રહી છે. આ દેશમાં આપણે કંઇપણ કરી શકીએ છીએ. બસ એક રૂલ છે કે પકડાઇ ન શકીએ.
હર્ષદ મહેતાની એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મનો એક જ મૂળ મંત્ર છે. ટ્રેલરને જાે તમને ફરી એકવાર ફિલ્મ ગુરૂની યાદ જરૂર આવી જશે. ટ્રેલરના બેકગ્રાઉન્ડમાં કેરી મિનાટીનું ગીત ‘યલગાર’ને સાંભળી શકાશે. ત્રણ મિનિટના આ ટ્રેલરમાં અભિષેક બચ્ચન, ઇલિયાના ડિક્રૂઝ અને સૌરભ શુક્લા જેવા એક્ટર્સ પોતાનો દમ બતાવતા જાેવા મળી રહ્યા છે.
ધ બિગ બુલમાં ઇલિયાના ડીક્રૂઝ તે પત્રકારને ભૂમિકામાં છે, જેમણે હર્ષદ મહેતા કાંડનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત ટ્રેલરમાં નિકિત દત્તા, સૌરભ શુક્લા, મહેશ માંજરેકર, સોહમ શાહ, રામ કપૂર અને સુપ્રિયા પાઠકની પણ ઝલક જાેવા મળે છે. ધ બિગ બુલને કૂકી ગુલાટીએ ડાયરેક્ટ કરી છે. અજય દેવગણ નાંદ પંડિત, કુમાર મંગત પાઠક અને વિક્રાંત શર્મા તેના પ્રોડ્યુસર છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર ૮ એપ્રિલ ૨૦૨૧ના રોજ રિલીઝ થશે. થોડા દિવસો પહેલાં આ વિષય પર એક વેબ સીરીઝ સ્કેમ ૧૯૯૨ પણ આવી હતી. ઉલ્લેખનીય છે કે એવામાં ‘ધ બિગ બુલ’ની તુલના આ વેબ સીરીઝ સાથે પણ થશે.