ધ રોકે યુએસના પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી
મુંબઈ: ધ રોક’ના નામથી દુનિયાભરમાં જાણીતા હોલિવુડ સ્ટાર ડ્વેન જાેનસને અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, જાે લોકો તેને રાજકારણમાં લાવવા ઈચ્છે છે તો તે ભવિષ્યમાં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ચોક્કસ ભાગ લેશે. ઉઉઈ રેસલરમાંથી એક્ટર બનેલા ડ્વેન જાેનસને ૨૦૧૭માં પણ જાહેરાત કરી હતી કે તે ૨૦૨૦માં તત્કાલિન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ચૂંટણી લડશે. જાેકે, ગત વર્ષે તેણે ચૂંટણી લડવાનો વિચાર પડતો મૂક્યો હતો.
યુએસ વીકલીને આપેલા ઈન્ટર્વ્યુમાં જાેનસને કહ્યું કે, હું ભવિષ્યમાં પ્રેસિડન્ટની ચૂંટણી લડવા પર વિચાર કરીશ, જાે જનતા એવું જ ઈચ્છે છે તો. સાચે જ મારો કહેવાનો અર્થ એ જ છે અને હું કોઈપણ રીતે મારા નિવેદનને ફ્લિપ નથી કરી રહ્યો. એ લોકો પર હશે. એટલે હું રાહ જાેઈશ અને તેમને સાંભળીશ. જાેનશને આ નિવેદન પોતાની શિટકામ ટીવી સીરીઝ યંગ રોકના પ્રમોશન દરમિયાન કહી છે. પોતાની યોજનાઓ વિશે બોલતા તેણે ખુલાસો કર્યો કે, તે પોતાની યોજનાઓને લઈને પ્રશંસકો પર નજર રાખી રહ્યો છે. તેણે કહ્યું કે, ‘હું મારી આંગળી નાડી પર અને મારા કાન જમીન પર રાખીશ, જેથી મને લોકોની ઈચ્છાઓ વિશે સાચી જાણકારી મળી શકે.’
૨૦૧૭માં ‘ધ ટુનાઈટ શો’માં હાજરી આપવા દરમિયાન તેણે પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના આ એક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેનામાં એવા કયા ગુણ છે જેના કારણે તે પ્રેસિડન્ટની ચૂંટણી લડવા ઈચ્છે છે? તો તેણે કહ્યું કે, ‘હું વધુ માર્મિક અને ઓછી બૂમાબૂમ કરનારો વ્યક્તિ છું. મને એમ પણ લાગે છે કે ગત ઘણા વર્ષોથી હું એક એવો વ્યક્તિ બની ગયો છું, જે ઘણા બધા લોકો સાથે જાેડાયેલી છે.
જેમ કે- સવાર વહેલું ઉઠવું, કામ પર જવું અને સૈનિકો સાથે સમય વિતાવવો, પરિવારનું ધ્યાન રાખવું તેમાં સામેલ છે. ડ્વેન જાેનસને કહ્યું કે, ‘જાે હું પ્રેસિડન્ટ બનીશ તો મારા માટે સંતુલન બનાવવું મહત્વપૂર્ણ હશે. તે ઉપરાંત બધાની જવાબદારી લેતા નેતૃત્વ કરવામાં હું પાછીપાની નહીં કરું. જાે હું કોઈ વાત પર સંમત ન નથી તો તેને એકદમ છોડી નહીં દઉં, પરંતુ વિચાર કરીશ.’