ધ વ્હાઈટ ટાઈગરનું ટ્રેલર જાેઈ પ્રિયંકાના સસરા ખુશ થઈ ગયા

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર જાેયા બાદ પ્રિયંકા ચોપરાના સસરા પૉલ કેવિન જાેનસ તેનાથી ખૂબ જ ઈમ્પ્રેસ જાેવા મળ્યા. પ્રિયંકાએ ફિલ્મનું ટ્રેલર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.
જેના કમેન્ટ બોક્સમાં સસરા પૉલએ કમેન્ટ કરી, આ ફિલ્મ જાેવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. પોતાની વહુ પર મને ગર્વ છે. પ્રિયંકા દ્વારા સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટ્રેલર શેર કરાયા બાદ લાખો લોકોએ તેને જાેયું અને કમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી.
બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેંન્દ્રે, પત્રલેખા, રેબેલ વિલ્સન, સલીના જેટલી, મૌની માથુર અને માનવી ગાગરૂએ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. સોનાલી બેન્દ્રેએ ક્લેપવાળું ઈમોજી મૂકીને લખ્યું, કમાલ લાગી રહ્યું છે. સલીના જેટલીએ લખ્યું, ઓહ માય ગોડ. આ કમાલ લાગી રહ્યું છે. ઓલ ધ બેસ્ટ પ્રિયંકા. રહીમ બહરાનીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધ વ્હાઈટ ટાઈગરમાં પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવ ઉપરાંત આદર્શ ગૌરવ અહમ પાત્ર ભજવતા જાેવા મળશે. આ ફિલ્મ અરવિંદ અડિગા દ્વારા લખેલી નોવેલ ‘ધ વ્હાઈટ ટાઈગર’ પર આધારિત છે.
આ એક ડાર્ટ સટાયર છે જે દર્શાવે છે કે કેવી રીતે ભારતીય સમાજમાં લોકોને મળનારા અધિકારી ક્લાસના આધારે વહેંચાઈ જાય છે. ફિલ્મમાં રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપરા એક અપીર પરિવારના કપલની ભૂમિકા ભજવે છે. જ્યારે આદર્શ આ ફિલ્મમાં તેમના ડ્રાઈવર, આદર્શ હલવાઈનું પાત્ર ભજવે છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જાેવાનું રહેશે તે ફિલ્મ રિલીઝ થયા બાદ રિવ્યૂ કેવું રહે છે.