નંદુરબારના આદિવાસી યુવકે રશિયાની સૌથી મોટી ટોચ પર ત્રિરંગો લહેરાવ્યો

મુંબઇ: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા અક્કલકુવા તાલુકાના દુર્ગમ ભાગ એવા સાતપુડા ડુંગર વિસ્તારના બાલાઘાટમાં રહેતા યુવકે યુરોપની સૌથી ઉંચી ટોચ પર આવેલા અલબ્રુસ શીખર પર ચઢી ભારતનો તીરંગો લેહરાવી દેશનું નામ રોશન કર્યું છે.
અક્કલકુવા તાલુકાના દુર્ગમ ભાગના સાતપુડા ડુંગર વિસ્તાર બાલાઘાટ ગામની અંતર રાષ્ટ્રીય સર્કલના અનિલ માનસિંગ વસાવેએ રશિયામાં સૌથી ઉપર ટોચ આવેલી અલબ્રુસ સીખર પર ભારતનો તિરંગો લહેરાવી દેશનું નામ પ્રખ્યાત કર્યું છે. આફ્રિકાના કિલીમાંજારો અને યુરોપમાં અનિલ વસાવેએ સૌથી વધુ શીખરો સર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અનિલ વસાવે માત્ર ૨ કલાકમાં યુરોપમાં સૌથી ઊંચી ટોચનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું ગૌરવ સાથે કહે છે.
કોવિડ યોદ્ધાને સર્મપિત કરી ભારતના સંવિધાનના ફોટાને પણ યુરોપના સૌથી મોટી ટોચ પર લઈ ગયો હતો. બે વર્ષ પછી પ્રથમવાર ભારતનો તીરંગો લેહરાવ્યો છે. મોસ્કો (રશિયા) માં ચાર ભારતીયોએ યુરોપના સૌથી ઉચા સુપર માઉંન્ટ અલબ્રુસ પર ચડીને ઈતિહાસ રચ્યો છે. અનિલ વસાવેએ ભારતીય સંવિધાનના ફોટાને પણ ટોચ પર લઈ જઈ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
રશિયામાં યુરોપનું સૌથી ઉચું શીખર માઉન્ટ અલબ્રુસ ૧૮,૫૧૦ ફુટ છે. કાળો સમુંદ્ર અને કેસ્પિયન સમુદ્રમાં સ્થિત છે. માઉન્ટએ અલબ્રુસ જ્યોર્જિયન સરહદથી ૨૦ કિમીના અંતરે સ્થિત છે. અને વિશ્વના સૌથી વધુ જ્વાળામુખી પર્વત આવ્યા છે. અહીનું તાપમાન ૨૫ ડિગ્રી હોય છે. આવી ઉચાઈ પર ચડીને નંદુરબાર જિલ્લાના આદિવાસી યુવકે ત્રિરંગો લેહરાવી ભારત દેશનું નામ ઉચું કર્યું છે.