નકલી આઇએએસ બનીને ૧૦ કરોડની છેતરપિંડી કરનાર પકડાયો
નવીદિલ્હી: દિલ્હીના શાહદરા ડિસ્ટ્રિક્ટ પોલીસના સાયબર સેલે નકલી આઈએએસની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિએ સીમપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે, ૨૦૧૪ માં એક ટ્રેનની મુસાફરી દરમિયાન તેને એક વ્યક્તિ મળી હતી જેણે પોતાને આઈએએસ તરીકે ઓળખાવી હતી અને કહ્યું હતું કે તેનું નામ સિધિક એમએ છે અને ગલ્ફની દૂતાવાસમાં પોસ્ટીંગ છે.
તેણે જણાવ્યું હતું કે તે ખાડી દેશોમાં નર્સિંગ કામ માટે ઓછા પૈસામાં સરળતાથી વિઝા મળી શકે છે અને ફરિયાદીએ કેટલાક લોકોને વિઝા મેળવવા ૨૦ લાખ આપ્યા હતા. આરોપીએ તેનો ફોન પણ બંધ કરી દીધો. જ્યારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે ૨૦ લાખ રૂપિયા દિલ્હીના ચાણક્યપુરીમાં આરોપીના બેંક ખાતામાં ગયા છે
તપાસ બાદ સાયબર સેલે આરોપી શાયન જ્યોતિ સાથૈયાની ઉત્તમ નગરથી ધરપકડ કરી હતી. તે મૂળ કેરળનો છે અને તેણે કાલિકટ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. આરોપી પાસેથી નકલી અબુ ધાબી એમ્બેસેડરનું કાર્ડ, અમીરાત એરલાઇન્સના મેનેજરનું બનાવટી કાર્ડ, અનેક આધારકાર્ડ અને નકલી એમ્બેસી કારના સ્ટીકરો મળી આવ્યા હતા. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ઘણા લોકો પાસેથી ૧૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે.