Western Times News

Gujarati News

નકલી ચલણી નોટના કાળા કારોબારનું નેટવર્ક ઝડપાયુંઃ 4 ની ધરપકડ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, દેશના અર્થતંત્રને છીન્નભીન્ન કરવાના ડુપ્લેકેટ ચલણી નોટોનું કૌભાંડ હજુ પણ અટકવાનું નામ લેતું નથી. ગુજરાતના જુદા જુદા પ્રાંતોમાંથી અવારનવાર ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપાઈ રહી છે. પરંતુ પકડાયેલા આરોપીઓ પોલીસને ગેરમાર્ગેે દોરી સત્યતા ન કબુલતા હોવાથી દેશભરમાં નકલી ચલણી નોટોનું નેટવર્ક ફૂલ્યે ફાલ્યુ છે. ગઈકાલે સાંજે ગુજરાતમાં પંચમહાલ જીલ્લામાંથી પણ પોલીસે આશરે રૂ.પોણા ચાર લાખની કિંમતની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હોવાના સમાચાર જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાંક વખતથી ડુપ્લીકેટ ચલણી-નોટોની હેરાફેરીનું નેટવર્કે જાર પકડ્યુ છે. રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં વારંવાર નકલી ચલણી નોટો પકડાય છે અને આ કાળો કારોબાર ચલાવતા શખ્સોએ પણ ઝડપી લેવામાં આવે છે. પરંતુ આ કાળા કારોબાર ચલાવતા શખ્સો પોલીસની ઉલટતપાસ દરમ્યાન સાચી વાત કબુલતા નથી. જેના કારણે આ કૌભાંડના મૂળ સુધી પોલીસ પહોંચી શકતી નથી.

ગઈકાલે સાંજે પંચમહાલ જીલ્લા પોલીસ તંત્રને ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાંક શખ્સો નકલી ચલણી નોટોનો કારોબાર ચલાવી રહ્યા છે. અને આ શખ્સો નકલી ચલણી નોટની ડીલીવરી કરવા માટે પંચમહાલ જીલ્લામાં આવેલા રશિડા ગામની ચોકડી પાસે શખ્સ આવવાના છે. આ બાતમીના આધારે પોલીસે વાચ ગોઠવી હતી.

દરમ્યાન સાંજના સુમારે એક કારમાં ચાર શખ્સો આવ્યા હતા અને ચોકડી પર કોઈની રાહ જાઈ ઉભા હતા. પરંતુ આવવાના લોકોને વિલંબ થતાં આ ચારેય શખ્સો ચાલ્યા જવાની પેરવીમાં હતા ત્યારે પોલીસે કોર્ડન કરી ચારેય શખ્સોને ઝડપી લઈ તમામની ઝડતી કરતા આ શખ્સો પાસેના થેલામાંથી આશરે રૂ.ત્રણ લાખ, ઓગણસિતેર હજાર અને ૭૦૦ની નકલી ચલણી નોટો મળી આવી હતી. આ ચલણી નોટો રૂ.પ૦૦, રૂ.ર૦૦ અને રૂ.૧૦૦ ના દરની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.