નકલી ડે. કલેકટર બની ધોંસ જમાવતા શખ્સને અડાલજ પોલીસે ઝડપી લીધો
અમદાવાદ,
ગત દસ દિવસોથી ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી અડાલજ વિસ્તારમાં ખાનગી કારમાં પેટ્રોલિંગ માટે ફરી રહ્યા છે તેવી માહિતીમળતાં અડાલજ પોલીસને શંકા ગઈ હતી અને આ ઈસમ અંગે શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન માહિતી એકત્ર કરીને અડાલજપોલીસે ખોરજ ગામમાં આ ઈસમ સફેદ કારમાં ફરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરતાં પોલીસને ખોરજગામમાંથી જ પોતાને અધિકારી તરીકે બતાવતો આ શખ્સ મળી આવ્યો હતો. પોલીસની સામે પણ તેણે પોતાની ભૂલ સ્વીકારવાને બદલેપોતાનું આઇ કાર્ડ બતાવી ભૂપસિંહ ભિખુસિંહ ચાવડા જે ડેપ્યુટી કલેકટર ગાંધીનગર હોવાનું કહ્યું હતું.
જો કે પોલીસને શક હોવાથી તેની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતે અમદાવાદના ચાંદખેડાની સરજુ હાઇટસમાં રહેતોભૂપેન્દ્ર ભીખાભાઈ રાવત (સેનમા) હોવાનું સ્વીકાર્યું હતું. વધુ તપાસમાં ૩૫ વર્ષીય ભૂપેન્દ્ર અગાઉ અમદાવાદ આયકર ભવનમાં ખાનગીડ્રાઈવર તરીકે નોકરી કરતો હોવાનું ખુલ્યું છે. ભૂપેન્દ્ર એ ડે. કલેટરનું આઇકાર્ડ ક્યાંથી બનાવ્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે તેની પાસેથી કાર પણ જપ્ત કરી છે.