નકલી નોટોની હેરાફેરી કરતા બે આરોપી જબ્બે

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા), થોડા મહિના અગાઉ બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય ચલણની નકલી નોટોના વેપલાનો પર્દાફાશ કર્યો હતો જેમાં અરવલ્લી જીલ્લાને અડીને આવેલા મહીસાગર જીલ્લાના ભાટપુર ગામના બે શખ્સો ગ્રામ્ય વિસ્તારમાં નકલી નોટોની હેરાફેરીમાં સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે બંને શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો
અને સાઠંબા પોલીસ તેમજ એસઓજી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ટેકનિકલ સર્વલન્સ અને બાતમીદારોને સક્રિય કરી ભારતીય ચલણની બોગસ નોટોની હેરાફેરીમાં મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ભાટપુરના બે આરોપીઓને એસ.ઓ.જી.એ ઈગુજકોપની મદદથી મોડાસામાંથી બે દિવસમાં બે આરોપીઓને દબોચી લઈને જેલ હવાલે કર્યા હતા.
અરાવલી એસ.ઓ.જી. પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે ઇગુજકોપની મદદથી મોડાસા ખાતે થી બનાવટી નોટ પ્રકરણના આરોપી જયમલ સિંહ શનાભાઇ બારીયા (રહે,ભાટપુર,વીરપુર- મહીસાગર)ને ઝડપી લીધાના ગણતરીના કલાકોમાં કેસમાં નાસતા ફરતા આરોપી મનહર ઉર્ફે મનુ જેસીંગભાઇ બારીયા (રહે,ભાટપુર,વીરપુર-મહીસાગર) ને મોડાસા શહેરમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.*