નકલી પોલીસ બનીને મિત્રની ભલામણ કરવા જતા ઝડપાયો
સુરત: સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ બનીને પોતાના મિત્રની ભલામણ કરવા ગયેલા યુવક નો ભાંડો ફૂટી જતા પોલીસે આ નકલી એએસઆઇની ધરપકડ કરી હતી. નકલી પોલીસ નકલી પિસ્તોલ કમરે લગાવી જતા આખો ભાંડો ફૂટી ગયો હતો જોકે પોલીસે આ યુવક ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની વિગત એવી છે કે સુરત પોલીસની પકડ માં આવેલ આ યુવાન કમરમાં નકલી પોસ્ટલ લગાવી પોતાના મિત્રની ભલામણ કરવા પહોંચ્યો હતો આ ઇસમે પોતાની ઓળખાણ એએસઆઇ તરીકે આપતા પોલીસ શંકા જતા આ યુવકને તેનું નામ પૂછતાં કિશન અશોક જેટાણીબતાવ્યું હતું.
તે હાલમાં દિલ્લીખાતે ફરજ બજાવતો હોવાની વાત કરતા પોલીસે આ મામલે તપાસ કરતા આ યુવાન નકલી પોલીસ અધિકારી હોવાની વિગત સામે આવી હતી. યુવકનો ભાંડો ફૂટ્યા બાદ પોલીસે આ યુવાનને અટકાયતમાં લઈને તેવી વધુ પૂછપરછ કરતા આ યુવાને પોતાની પાસે રહેલ પોલીસનો યુનિફોર્મ અમદાવાદ કાલુપુલથીઅને ભાવનગરથી લાઇટર ગન લીધી હતી તેના ઘરે અને સમાજમાં પોતે પોલીસમાં નોકરી લાગી ગયાની વાત કરી હતી.
તેની પાસેથી પોલીસના યુનિફોર્મમાં એક સ્ટારવાળો અને બે સ્ટારવાળા ફોટો અને બોગસ આઇકાર્ડ પણ મળ્યા છે. બોગસ આઇકાર્ડ તેમણે આઇડી મેકર નામની વેબસાઇટ પરથી બનાવ્યાની વાત ખુલી છે. નકલી પોલીસ કાપોદ્રા પોલીસમાં પણ મિત્રની અરજીના કામે ગયો હતો ત્યાં અસલી પોલીસ તેમને ઓળખી શકી ન હતીતેવી વિગત પોલીસ ને આપતા પોલીસે આ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે