નકલી ભાભી બનીને ષડયંત્ર ઘડી રહી મહિલા : સૂત્ર
હાથરસ: ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા કથિત ગેંગરેપ કેસની હાલ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન શનિવારે હાથરસ કેસમાં નક્સલ કનેક્શન સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
કેસની તપાસ માટે બનાવવામાં આવેલી ખાસ ટીમ મધ્ય પ્રદેશના જબલપુરમાં રહેતી એક મહિલાને શોધી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે શકમંદ નક્સલી મહિલા પીડિતાના ઘરે ભાભી બનીને રહેતી હતી. એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે ૧૬ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર સુધી પીડિતાના ઘરે રહીને આ મહિલા મોટું ષડયંત્ર ઘડી રહી હતી.
આ પહેલા પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, આ કેસ સાથે જોડાયેલા ફન્ડિંગ કેસમાં પૉપ્યુલર ફ્રંટ ઑફ ઇન્ડિયા અને ભીમ આર્મીનું કનેક્શન પણ મળ્યું છે.
હાથરસ કેસની તપાસ કરતી એસઆઈટીના સૂત્ર કહે છે કે નક્સલી મહિલા ઘૂંઘટ કાઢીને પોલીસ અને એસઆઈટી સાથે વાતચીત કરતી હતી. ઘટનાના બે દિવસ બાદ જ આ શકમંદ મહિલા ગામ ખાતે આવી પહોંચી હતી.
આરોપ છે કે તેણી પીડિતાના ઘરે જ રહીને તેના પરિવારના સભ્યોને કથિત રીતે ઉશ્કેરી રહી હતી. પીડિતાની ભાભી બનીને રહેતી નક્સલી મહિલાના ફોનની કૉલ ડિટેઇલ કાઢવામાં આવી ત્યારે ચોંકવનારી વિગતો સામે આવી છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે વિદેશ ફન્ડિંગ સાથે નક્સલી કનેક્શન અંગે ઉત્તર પ્રદેશ પોલીસ અને એસઆઈટી કામ કરી રહી છે.
આ પહેલા એસઆઈટીની તપાસમાં જાતિય તેમજ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસ મહિલા તેમજ તેના નજીકના લોકોની શોધખોળ કરી રહી છે. આ કેસમાં સીટ ચાર ડઝન જેટલા લોકોની પૂછપરછ કરી ચૂકી છે. હાથરસ કેસમાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે,
આ લોકોને પીએફઆઈના સભ્યો કહેવામાં આવી રહ્યા છે. નેપાળ સરહદ પર પીએફઆઈની હિલચાલધરપકડ કરવામાં આવેલા વ્યક્તિઓમાં એક બહરાઇચના જરવલનો રહેવાશી છે.
જે બાદમાં ઉત્તર પ્રદેશ પોલીસ સક્રિય થઈ ગઈ છે. બહરાઇચ પોલીસનું કહેવું છે કે આ વિસ્તાર ઇન્ડો-નેપાળ સરહદ સાથે જોડાયેલો છે, અને ગત દિવસોમાં પીએફઆઈ સાથે જોડાયેલા લોકોની આ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી ચૂકી છે.