નકલી વીઝા પર વિદેશ જતો યુવાન એરપોર્ટ પરથી ઝડપાયો
અમદાવાદ : નકલી વીઝા બનાવી વિદેશ જતા એરપોર્ટ ઉપર કેટલાંય શખ્શો ઝડપાયા છે આવો વધુ એક કિસ્સો ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પર જાહેર થયો છે શંકાસ્પદ લાગતા યુવાનની અટક કરતાં તેની પાસે નકલી વિઝા હોવાનુ બહાર આવ્યુ છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સુઘડ ગામ ગાધીનગર ખાતે રહેતો ચેતન પટેલ નામનો શખ્શ યુકે જતી ફલાઈટમાં બેસવા જતો હતો
ત્યારે ઈમિગ્રેશન અધિકારી શંકા જતા તેને અટકાવી પુછપરછ કરતા ચેતન ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો કડક તપાસ કરતા ચેતને પોતે રૂપિયા પાચ લાખ આપી યુનિવસીટી ની નકલી માર્કશીટ તથા વિઝા બનાવડાવ્યા હોવાનું કબુલ્યુ હતુ એમા કામમા ગાધીનગર નિલેશ પટેલ તથા બરોડાના જીતેન પટેલ તેની મદદ કરી હોવાનુ બહાર આવતા એરપોર્ટમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.